Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટના પતંગ મહોત્સવમાં પતંગબાજોએ ચગાવી અવનવી પતંગો

- 13 દેશો અને 35 પ્રદેશોનાં અવનવા પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા

- બે-પાંચ ગ્રામથી લઇને 5-10 કિલો વજન ધરાવતી પતંગો આકાશમાં ચડાવી

રાજકોટ, તા. 12 જાન્યુઆરી 2017, ગુરુવાર

મહાનગર પાલિકા દ્વારા શહેરના રેસકૉર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પતંગ મહોત્સવમાં 13 દેશો સહિત ભારતના અલગ-અલગ 35 પ્રદેશોમાંથી પતંગબાજો રાજકોટ આવી પહોંચ્યા હતા. નાની પતંગથી લઈ 20 ફુટ સુધીની પતંગો આકાશમાં ચગી હતી અને આ પતંગો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ.
ગુજરાતીઓ રસિયાઓ ખરા પણ ઉડતી, પેચ લડતી અને કાપતી કપાતી પતંગો જોવા ના રસિયાઓ. રાજકોટના રેસકૉર્સ મેદાન ખાતે આજે કાઈટ ફેસ્ટીવલનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. જેમાં દેશ-વિદેશના પતંગબાજોની સાથે 50 થી વધુ પતંગવીરો પણ જોડાયા હતા. અને આ પતંગબાજો બે પાંચ ગ્રામની પતંગ થી લઇને પાંચ દસ કિલો વજન ધરાવતી પતંગોને આકાશમાં ચડાવી હતી. જોનારને પણ આશ્ચર્ય થાય કે આટલી મોટી પતંગ ઉડે પણ ખરા.??
રાજકોટના રેસકૉર્સ મેદાન ખાતે યોજાયેલ આ પતંગ મહોત્સવ સવારે 10 થી 4 વાગ્યા સુધી ચાલનાર છે. જ્યારે આ જ કાર્યક્રમ અંતર્ગત સાંજના સમયે લોકગાયક કિર્તિદાન ગઢવીના ભવ્ય લોકડાયરાનું આયોજન પણ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કરવામા આવ્યુ છે.
પતંગનો આ ઉત્સવ માણસના મન અને ઇરછાઓનું પ્રતીત છે. રાજકોટના આ પતંગ રસિકો પતંગ હવામાં ચડાવીને પોતે બની ગયા પતંગિયા દર વર્ષે દેશ વિદેશથી આવતા પતંગબાજો માટે આ મહોત્સવ પોતાની કળા દર્શાવવાની સાથે વિવિધ દેશોના પતંગબાજોને મળવાની તક પણ પૂરી પાડે છે.

Post Comments