Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નગર મેં જોગી આયા... દિગમ્બર સાધુઓની રવેડીનાં દર્શન માટે ઉમટયા લાખો યાત્રિકો

-સાધુ-સંતોના લાઠીદાવ, અંગ કસરત, તલવારબાજી સહિતનાં કરતબો નિહાળીને સૌ કોઈ આશ્ચર્યચકિત

જૂનાગઢ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

જૂનાગઢના ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રી મેળાના આજે અંતિમ દિવસે અંદાજે છ લાખ જેટલા લોકો ઉમટી પડયા હતા અને હર હર મહાદેવના નાદથી ગિરનાર તળેટી ગુંજી ઉઠી હતી. રાત્રે વાજતે-ગાજતે સાધુ-સંતોની રવેડી નીકળી હતી.

જેમાં નાગા સાધુઓના લાઠીદાવ, અંગકસરત તથા તલવાર બાજીથી સૌ આશ્ચર્યતકિત થઈ ગયા હતા. બાદમાં સાધુ-સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું અને ભવનાથ મહાદેવની મહાઆરતી બાદ મેળો પૂર્ણ થયો હતો.

ગિરનારની ગોદમાં છેલ્લા ચાર દિવસથી શિવરાત્રી મેળો ચાલી રહ્યો છે અને યાત્રીકો ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમને માણી રહ્યા છે. આજે મહાશિવરાત્રીના પાંચમા દિવસે મેળો ચરમસીમા પર પહોંચ્યો હતો. ગતરાત્રીથી જ યાત્રીકોનો અવિરત પ્રવાહ તળેટી તરફ વહેતો રહ્યો હતો. આજે સવારથી પણ આવી જ સ્થિતી જોવા મળી હતી.

આજે મહાશિવરાત્રી નિમીતે અંદાજે છએક લાખ લોકો મેળો માણવા ભવનાથ પહોંચ્યા હતા અને બપોરે અન્નક્ષેત્રોમાં ભોજન-ફરાળ લઈ પોતાની જઠરાગ્નિ બુઝાવી હતી. બપોરે રવેડી રૃટ પર બેરીકેડીંગ કરી દેવામાં આવ્યું હતું અને ત્યારથી જ લોકો રવેડી રૃટ આસપાસ ગોઠવાઈ ગયા હતા અને હર હર મહાદેવના નાદથી ગિરનાર તળેટી ગુંજી ઉઠી હતી.

રાત્રીના જૂના અખાડા ખાતેથી શ્રી પંચ દશનામ જૂના અખાડા, આવાહન અને અગ્નિ અખાડાના સાધુસંતો તથા નાગા સાધુઓની ધર્મધ્વજા તથા અખાડાનું પ્રતિનિધિત્વ કરતા ધર્મદંડ સાથે વાજતે-ગાજતે રવેડીનો પ્રારંભ થયો હતો. જેમાં નાગા સાધુઓએ અંગકસરત, લાઠીદાવ, તલવારબાજી, ગદા સહિતના હથિયારો વડે વિવિધ કરતબો કર્યા હતા. જેને જોઈ ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જૂના અખાડા ખાતેથી શરૃ થયેલી રવેડી ભવનાથ મંદિર, મંગલનાથજી આશ્રમ, દતચોક, ટૂરિઝન ગેટ, રૃપાયતન ત્રણ રસ્તા લાલબાપુની જગ્યા, આપાગીગાનો ઉતારો ભારતીબાપુના આશ્રમ નજીકથી થઈ પરત ભવનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી. જ્યાં સાધુ-સંતોએ પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું.

પછી ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી થઈ હતી અને ત્યારબાદ પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ થઈ હતી. રાત્રીના મેળો પૂર્ણ થયા બાદ મજેવડી દરવાજા, કાળવાચોક, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ટ્રાફીક થયો હતો. જે મોડી રાત્રે પૂર્વવત થયો હતો.

Post Comments