Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનાં પર્વની રંગતઃ ઠેર-ઠેર લોકમેળા

-અમરેલી, જૂનાગઢ, મોરબીમાં પ્રારંભ, રાજકોટ, જામનગર, રતનપરમાં આજથી લોકમેળો

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની પર્વ-શ્રૃંખલા શરૃ થતાં જ લોકોમાં આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયા છે. એમાં પણ ભાતીગળ લોકમેળાઓમાં મ્હાલવાનો તરવરાટ દેખાવા લાગ્યો છે. અમરેલી, જૂનાગઢ અને મોરબીમાં આજથી લોકમેળો ચાલુ થયા હતા તો રાજકોટ, જામનગર, રતનપર ખાતે આવતીકાલે રાંધણ છઠ્ઠતી લોકમેળાનો રંગ જામશે. જ્યારે પોરબંદર અને ધોરાજીમાં સોમવારે સાતમથી લોકમેળા શરૃ થશે.

* સૌરાષ્ટ્રનું હાર્દ ગણાતા રાજકોટનાં રંગારંગ વાયબ્રન્ટ લોકમેળાની આવતીકાલે રાંધણ છઠ્ઠથી જોરદાર રંગત જામશે. રેસકોર્સમાં યોજાનાર પાંચ દિવસીય લોકમેળાનું રવિવારે સવારે ૧૦ વાગ્યે ઉદઘાટન થશે. ૪૫ યાંત્રિક રાઈડસ ઉપરાંત થ્રી-ડી સેલ્ફી ઝોન આકર્ષણનું કેન્દ્ર બનશે. રમકડા અને ખાણી-પીણી સહિતનાં ૩૫૦ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે.
* રાજકોટ-મોરબી હાઈવે ઉપર આવેલા રતનપર રામજી મંદિર ખાતે તા. ૧૩મીથી તા. ૧૭મી સુધી પરંપરાગત લોકમેળો યોજાશે. રવિવારે બપોરે ૧૨-૩૦ વાગ્યે મેળો ખુલ્લો મુકાશે.
* જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો વિશ્વ વિખ્યાત છે, પણ આજ સુધી જન્માષ્ટમીનો લોકમેળો યોજાયો નહોતો. જેથી ચાલુ વર્ષે સૌપ્રથમ વખત ભવનાથ ખાતે મહાપાલિકા તંત્રએ લોકમેળાનું આયોજન કરતા લોકોમાં આનંદનો માહોલ છવાયો છે. પ્રથમ લોકમેળાનો આજે રાંધણછઠ્ઠના દિવસે સાંજથી પ્રારંભ થયો હતો. ઉદઘાટન કાર્યક્રમમાં સીદી ધમાલનૃત્ય અને શિવ સંધ્યા સહિતનાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આગામી તા. ૧૫મી સુધી લોકમેળો ચાલશે.
* અમરેલીમાં બે સ્થળોએ આજથી લોકમેળા ખુલ્લા મુકાયા હતા. જેમાં ચિતલ રોડ ઉપર નૂતન હાઈસ્કૂલમાં લાયન્સ ક્લબ અને જીમખાના ગ્રાઉન્ડ ખાતે સારહી યુથ ક્લબ આયોજીત લોકમેળામાં નિઃશુલ્ક પ્રવેશ ઉપરાંત સાઈડસ- સ્ટોલની હરાજીમાંથી થયેલી આવક સેવાકીય પ્રવૃતિમાં વાપરવાની જાહેરાત કરાઈ છે. બન્ને લોકમેળા તા. ૧૬મી સુધી ચાલશે.
* મોરબીમાં નગરપાલિકા આયોજીત લોકમેળો ચાલુ વર્ષે રદ કરવામાં આવ્યો છે. જ્યારે શનાળા રોડ ઉપર યંત્ર ઈન્ડિયા ગુ્રપ દ્વારા આજથી 'ભારત જોડો અભિયાન' સુત્ર સાથે નિઃશુલ્ક મેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તા. ૨૩મી સુધી ચાલનાર લોકમેળાનું ઉદઘાટન હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ બાળાઓ અને ગરીબ બાળકોનાં હસ્તે કરવામાં આવ્યું હતું.
* જામનગરમાં મહાપાલિકા દ્વારા બે સ્થળોએ લોકમેળાનું આયોજન કરાયું છે. જેમાં રંગમતી નદીનાં પટમાં શ્રાવણ મહિનાનાં ચારેય સોમવાર તેમજ રાંધણ છઠ્ઠથી અમાસ સુધીનાં લોકમેળાનું આયોજન કરાયું છે. તે જ રીતે પ્રદર્શન મેદાનમાં આવતીકાલે તા. ૧૩મીએ રાંધણ છઠ્ઠથી તા. ૨૧મીએ અમાસ સુધી ૧૫ દિવસીય લોકમેળો યોજાશે. બન્ને લોકમેળાનો આવતીકાલે સાંજે છ વાગ્યે ઉદઘાટન સમારોહ યોજાશે.
* પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તા. ૧૪મીથી તા. ૧૯મી સુધી છ દિવસીય લોકમેળો યોજાનાર છે. સોમવારે સાંજે ૬ વાગ્યે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. છ દિવસ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
* ધોરાજીમાં સરકારી વહિવટી તંત્રની લોકમેળા સમિતિ દ્વારા જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે તા. ૧૪મીથી તા. ૧૭મી સુધી પરંપરાગત લોકમેળો યોજવામાં આવશે. તા. ૧૪મીએ સાંજે ૪ વાગ્યે મેળાનું ઉદઘાટન કરાશે. જેમાં અવનવા ફજત-ફાળકા સહિતની રાઈડસ તથા રમકડાનાં સ્ટોલ, ખાણીપીણીનાં સ્ટોલ રખાયા છે. કાયદો- વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રખાશે.

Post Comments