Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટ યાર્ડમાં મજૂરોની હડતાલના મુદ્દે સત્તાધીશો જાગ્યા; આજે બેઠક

-માર્કેટ યાર્ડના પાર્ટીપ્રેમી નેતાઓને લીધે ખેડૂતોએ ભોગવી લાખોની ખોટ

-મજૂરીના મુદ્દે ચાર દિવસથી મગફળીની હરરાજી બંધ રહી

રાજકોટ, તા.૧૩ જુન 2018,બુધવાર

રાજકોટ માર્કેટ યાર્ડના છેલ્લા ચાર દિવસથી મગફળીની હરરાજી માત્ર મજૂરીના મુદ્દે બંધ હોવાના કારણે ખેડૂતોને દરરોજ લાખો રૃા.નું નુકશાન સહન કરવું પડે છે. એક મણ દીઠ કમિશન એજન્ટો દ્વારા મજૂરોને રૃા. ૬ ચુકવાતા હતા તેમાં ઘટાડો કરીને રૃા. ૫ કરી દેવામાં આવતા મજૂરો હડતાલ ઉપર ઉતરી જતાં મગફળીની હરરાજીની કામગીરી સંપુર્ણપણે અટકી ગઈ છે. હવે આવતીકાલ તા. ૧૩ના માર્કેટ યાર્ડના સત્તાધીશો જાગ્યા હોય તે રીતે મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવી સમાધાનની બેઠક બોલાવવામાં આવી છે.


રાજકોટનું માર્કેટ યાર્ડએ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટુ માર્કેટ યાર્ડ હોવાથી અહીં દૂર દૂરના વિસ્તારમાંથી મગફળી વેચવા માટે આવતી હોય છે પરંતુ મગફળીની હરરાજી માટે કમિશન એજન્ટો દ્વારા ગત તા. ૯ને શનિવારે મજૂરીના દરમાં એકાએક ઘટાડો કરી દેવાનો નિર્ણય લેવામાં આવતા તેની સામે હડતાલ પાડવામાં આવતા હરરાજી બંધ થઈ ગઈ હતી.

મજૂરોએ પોતાની વેદનાને આપી જણાવ્યું હતું કે મગફળીના ૬ રૃા.નો મણદીઠ દર છેલ્લા એક વર્ષથી ફિક્સ થયો હોવા છતાં તેમાં એક રૃા.નો ઘટાડો કરવાથી મજૂરોના પેટ ઉપર પાટુ મારવા સમાન છે. કમિશન એજન્ટોને મગફળીના ધંધામાં લાખો રૃાની કમાણી છે. છતાં મજૂરી દર ઘટાડીને તેઓ અન્યાય કરી રહ્યા છે. કમિશન એજન્ટોના નિર્ણયના વિરોધમાં આજે ચાર દિવસ સુધી હડતાલ રાખવામાં આવતા હજારો ટન મગફળીની આવક બંધ થઈ ગઈ હતી. ખેડૂતોને પારાવાર નુકશાન થયું હતું.


દરમિયાન આજે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે હવે આવતીકાલ તા. ૧૪ના મજૂરો અને કમિશન એજન્ટો વચ્ચે સમાધાનકારી બેઠક યોજવામાં આવી છે જેમાં ઉકેલ આવી જશે. બાકી ચોમાસુ નજીક હોવાથી હવે ખેડૂતો પાસે મગફળી રહી નથી તેથી મોટુ કોઈ નુકશાન નથી તેમ જણાવ્યું હતું.

અલબત કમિશન એજન્ટના હોદ્દેદારોએ યાર્ડના ચેરમેન ઉંધા ચશ્મા પહેરાવી રહ્યા હોવાનું જણાવી અત્યારે બિયારણની સિઝન હોવાથી ૧૨થી ૧૫ હજાર મણ મગફળીની આવક થતી હોવાનું જણાવી ખેડૂતોને મોટુ નુકશાન થઈ રહ્યું હોવાનો દાવો કર્યો હતો.

Post Comments