Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડબલ મર્ડર મામલો : પોલીસ સમર્થનમાં પ્રજાએ રેલી કાઢી

- ક્રાઇમ બ્રાન્ચે થોરાળા પોલીસ સ્ટેશનના PI, PSI સહિત 5 પોલીસકર્મીની ધરપકડ કરી

રાજકોટ, તા. 12 જાન્યુઆરી 2017, ગુરુવાર

રાજકોટના નામચીન શક્તિ ઉર્ફે પેંડો અને ધ્રાંગધ્રાના પટેલ યુવાન પ્રકાશ લુણાગરીયાની હત્યાના મામલે પ્રજા દ્રારા પોલીસનાં સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવી રહી છે. જ્યારે બીજીતરફ આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ ગડ્ડુ, પીએસઆઇ સોલંકી અને ત્રણ કોન્સ્ટેબલ સહિત પાંચ પોલીસ કર્મચારીઓની ક્રાઇમબ્રાંચ દ્રારા ધરપકડ કરવામાં આવી છે.


1 જાન્યુઆરીની રાત્રીએ લૂંટની ભાગબટાઇમાં શક્તિ અને પ્રકાશની ગેંગમાં સામસામી મારામારી થઇ હતી. જેમાં બન્નેના મોત નિપજ્યા હતા. પરંતુ શક્તિની માતા નીતાબેન અને પ્રકાશના પિતાએ એકાઉન્ટર થયાના આક્ષેપો કર્યા હતા. પ્રકાશના પિતા સહિત પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી લાશ સ્વીકારવાનો ઇન્કાર પણ કરી દીધો હતો. બાદમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તપાસની ખાત્રી આપ્યા બાદ જ લાશ સ્વીકારાઇ હતી.


આ સમગ્ર મામલે પ્રજા પોલીસના સમર્થનમાં સામે આવી છે. અને પ્રજા દ્રારા રાજકોટના બહુમાળી ભવનથી પોલીસનાં સમર્થનમાં એક રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં. અને ડબલ મર્ડર મામલે પોલીસ પર કરવામાં આવેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું. આવી જ એક રેલી ગઈકાલે પણ યોજાઈ હતી. જેમાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.


બીજીતરફ મૃતકોના પરિવારજનોના આક્ષેપને લઇને ચાલી રહેલી પોલીસ તપાસમાં આ ઘટના ડબલ મર્ડરની ન હોવાનું અને પોલીસ કસ્ટડીમાં જ બંનેનાં મોત થયા હોવાનું સામે આવતાં થોરળાનાં PI સુખવિંદર સિંહ ગડુ, PSI એસ.બી. સોલંકી તેમજ કોન્સ્ટેબલ અનિલસિંહ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ, હિતેશ પરમાર સહીત 5 પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

Post Comments