Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટ મનપાના સ્ટોર ખાતામાં અસંખ્ય ગરબડો,તંત્રને નુક્શાન

-વર્ષો બાદ ૩૫૧ પ્રકારના સ્ટોકની કરાઈ ભૌતિક ચકાસણી

-વર્ષમાં એક વાર પણ વેરીફીકેશન નહીં, બીનકાર્ડની પ્રથા બંધ

રાજકોટ,તા.11 જુલાઇ 2018,બુધવાર

રાજકોટ મહાપાલિકાના વોટરવર્ક્સ,સિવિલ વર્ક્સ માટેના સ્ટોર વિભાગમાં સ્થાયી સમિતિ ચેરમેનની સૂચના બાદ દસ વર્ષ પછી ઓડિટ હાથ ધરાયું હતું જેમાં સ્ટોરખાતાની ગંભીર બેદરકારીના ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. અનેકવિધ ગરબડો જાણીબુઝીને થતી હોવાનું અને મનપાને આ કારણે આર્થિક નુક્શાન જઈ રહ્યાની વિગતો પણ બહાર આવી છે.


વિગત એવી છે કે વોટરવર્ક્સ અને બાંધકામ વિભાગના અને મ્યુનિ.કચેરીથી દૂર ભાવનગર રોડ પર આવેલા સ્ટોર વિભાગમાં લાખો રૃ।.નો મનપાનો માલ સામાન આવે,જાય છે, પડયો રહે છે પણ તેનું કોઈ ચેકીંગ જ કરાતું નથી એ વાત ધ્યાને આવતા ચેરમેન ઉદય કાનગડે આ અંગે સૂચના આપતા ચીફ ઓડિટર ઠાકોરના માર્ગદર્શનમાં ઓડિટ સ્ટાફ દ્વારા પખવાડિયા સુધી જુદા જુદા પ્રકારની ૩૫૧ આઈટેમોના સ્ટોકનું રજીસ્ટર સાથે ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી.


આ અન્વયે આ 'ખાતા'ની ગંભીર બેદરકારી (જાણી જોઈને કે અજાણતા) બહાર આવી છે જેમાં (૧) કોઈ પણ સ્ટોર્સમાં બીનકાર્ડની પ્રથા અમલી કરાય તો ચોક્કસપણે કેટલો સ્ટોક છે તે જાણી શકાય પણ મનપાના આ સ્ટોર વિભાગે આ પ્રથા માટે સૂચના છતાં તેનો અમલ નથી કર્યો (૨) જુનો માલ પરત આવે તો તેનું અલગ રજીસ્ટર રખાયું નથી. (૩) ખાતાના વડાએ માલ કેટલો પડયો છે તેની સ્થળ પર ચકાસણી વર્ષમાં એક વાર કરવાનો નિયમ છે પણ આવી ચકાસણી કરાઈ નથી. (૪) નોનયુઝમાં મુકાયેલ માલમાં જે ભાગ પુનઃ વાપરી શકાય તેમ હોય તે અલગ પાડી ઉપયોગમાં લેવા જોઈએ પણ તેમ થતું નથી.

(૫) ડીપવેલને નોન યુઝ તરીકે મુકી દીધા પણ દેખીતી રીતે જ તે ઉપયોગમાં લઈ શકાય તેમ જણાતા હતા અનેતેમાં શુ ખરાબી તેની કોઈ માહિતી ન્હોતી. (૬) સ્ટીલ, કાસ્ટ આયર્ન, ગેલ્વેનાઈઝ્ડ પાઈપ, ફીટીંગ્ઝ ખુલ્લામાં એવી રીતે રખાયા કે તે બગડી જાય,કટાઈ જાય. આનાથી મનપાને આર્થિક નુક્શાન થાય છે. (૭) માલસામાનમાં વધઘટનો હિસાબ નથી. (૮) જેટલો માલસામાન પડયો હોયતે પહેલા વાપરી લેવો તે સાદી સમજ છે છતાં તેમાં બેદરકારી રખાઈ છે. (૯) બાંધકામ અને વોટરવર્ક્સનો માલસામાન અલગ અલગ રાખવો જોઈએ પણ તેમ થતું નથી.

(૧૦) જે તે અધિકારી,કર્મચારીના નામ પર ખરીદાયેલ માલસામાન પૈકી હાલ કેટલો સ્ટોક પર તેની કોઈ નોંધ રખાતી નથી. (૧૧) વર્ષો પહેલા સ્ટોરનું ઓડિટ થયું ત્યારે ક્ષતિઓ સામે ધ્યાન દોરી સુધારા સૂચવાયા તેનો કોઈ અમલ નથી. (૧૨) કેટલાક કામો માટે સ્ટોર્સમાંથી માલ લઈ વાપરવાને બદલે સ્થળ પર ખરીદીથી મંગાવીને વધેતે માલ પણ ત્યાં જ રખાય છે!

(૧૩) સ્ટોરના હિસાબો એવા છે કે કોઈ એક કામ માટે ખરેખર કેટલો માલ વપરાયો તેની વિગતો મળી શકતી નથી. (૧૪) સ્ટોરમાં ભંગાર હાલતમાં થોકબંધ માલ પડયો છે જેનું રજીસ્ટર નિભાવ્યું ન હોય તેની સંખ્યા કે કિંમત જ જાણી શકાયા નથી! (કોઈ ઉપાડી જાય તોય કોને ખબર?) (૧૫) જવાબદાર અધિકારીને બદલે 'વતી' સહીથી માલ ઉપાડ થયો છે.


આવી અનેક ક્ષતિઓ અંગે હવે સ્થાયી સમિતિ ચેરમેન, કમિશનર વગેરે શુ પગલા લે છે અને આ ગરબડ દૂર થાય છે કે અગાઉ આપેલા રિપોર્ટની જેમ હવે જે ક્ષતિઓ બહાર આવી છે તે પણ ભૂલી જવાશે તે સવાલ છે.

Post Comments