Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાબારી બંધ થતા ધાંધલ - ધમાલ

-પાંચમાંથી બે દવાબારી બંધ થતા લાંબી લાઈનોમાં ઉભા રહેલાં દર્દીઓ વચ્ચે માથાકુટ

રાજકોટ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

અહીની સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા ઉમટતા હોવા છતાં દર્દીઓની સારવાર માટે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. વધુમાં આજે દર્દીઓને દવા આપવાની બારી ઉપર દવા લેવા માટે ધક્કા મુક્કી થતાં મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતાં.

પાંચમાંથી માત્ર ત્રણ દવાબારી ખુલતા સર્જાયેલી માથાકુટમાં મહિલા દર્દીના કપડા ફાટી જતા ભારે ધાંધલ - ધમાલના દ્રશ્યો સર્જાયા હતાં. પરિણામે તબીબ અધિક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારમાંથી દરરોજ ૨૫૦૦થી ૩ હજાર દર્દીઓ ઉમટે છે. અહી સિકયુરીટી કર્મચારીઓ હાજર હોવા છતાં દરરોજ ગરીબ દર્દીઓના ખિસ્સા કપાતા રહ્યા છે. આજે મંગળવારે દર્દીઓની સંખ્યા બેકાબુ બની હતી. પાંચ દવાબારીમાંથી બે દવાબારી બંધ રાખવામાં આવતા દવા લેવા માટે દર્દીઓનો ભારે ધસારો થયો હતો.

પ્રથમ હોહા અને દેકારો થયા બાદ દવા લેવા માટેની લાંબી લાઈનોમાં ધમાસાણ મચી ગયું હતું. મહિલાઓ અંદરો અંદર બાખડતા ગાળાગાળી અને મારામારી શરૃ થઈ ગઈ હતી. જેમાં એક મહિલાના કપડા ફાડી નાખવામાં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

સિકયુરિટીના કર્મચારીઓ માથાકુટના સમયે હાજર રહેવાને બદલે જ ખરા સમયે અદ્રશ્ય થઈ જતાં અડધા કલાક સુધી ધાંધલ ધમાલ ચાલતી રહી હતી. ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલના અધિક્ષક દોડી આવ્યા હતાં. ત્યારબાદ મહા મહેનતે મામલો થાળે પડયો હતો. અલબત આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં કલાકો સુધી લોકોના ટોળા જોવા મળ્યા હતાં.

આજની ઘટના સંદર્ભે સુત્રોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દવા વિતરણની જવાબદારી સંભાળતા ૨૨ ફાર્માસીસ્ટ હેલ્પરના સ્ટાફમાંથી ૧૧ કર્મચારીઓ પાંચ દવાબારીની કામગીરી સંભાળે છે. તેમાંથી બે ફાર્માસીસ્ટ વગર રજાએ ગેરહાજર રહેતા આજે ધમાલ થઈ હતી. આ ઘટના અંગે તબીબી અધિક્ષકે ગાંધીનગર રીપોર્ટ કર્યો હોવાનું જાણવા મળે છે.

Post Comments