Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જૂનાગઢનાં જોષીપરામાં ૮૮ દુકાનદારોની રોજી છીનવ્યા બાદ પણ રસ્તા કામ અધુરૃં

-મહાપાલિકા તંત્રની આળસ સામે લોકોમાં આક્રોશ

-વેપારીઓએ મનપાએ સૂચવેલી જમીન ઉપર દુકાનો બનાવ્યા બાદ પણ વિવાદમાં સપડાઇ

જૂનાગઢ,તા. ૧૬ મે 2018, બુધવાર

જૂનાગઢના જોષીપરામાં જૂનવાણી ગટર અન્ડર ગ્રાઉન્ડ કરી તેના પર રસ્તો બનાવવા ૮૮ દુકાન તોડી આ દુકાનદારોની રોજગારી છીનવી લેવાઈ હતી. ત્યારબાદ રસ્તાનું કામ અધુરૃ રાખી દેવાયું છે. મનપા તંત્રની આળસ વૃત્તિ સામે રોષ ફેલાયો છે.

શહેરના જોષીપરામાં સરદારપર શાંતેશ્વર સુધીની જૂનવાણી ગટર પર આવેલી ૮૮ દુકાનો અઢી વર્ષ પહેલા મનપાએ તોડી નાંખી હતી. આ દુકાન દારોની આજીવિકા છીનવાયા બાદ ગટર અન્ડર ગ્રાઉન્ડ કરાઈ હતી. આ ગટર પર રસ્તો કરી ટ્રાફીક સમસ્યા ઉકેલવાનો મનપાએ વાયદો કર્યો હતો. અને તે માટે ત્રણ કરોડ જેટલી રકમ પણ ફાળવાઈ હતી.

પરંતુ આ કામ હજુ પુરૃ થયું નથી. ડિવાઈડર વચ્ચે સ્ટ્રીટ લાઈટ નાંખવામાં આવી નથી. બીજી તરફ રસ્તાની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર પાર્કિંગ તથા પેશકદમી થવા લાગી છે. આ ઉપરાંત ગંદકી પણ થઈ રહી છે. ત્યારે આવી સ્થિતી માટે મનપાએ ૮૮ નાના દુકાનદારોને બેરોજગાર કર્યા હતાં? એવો સવાલ ઉઠી રહ્યો છે.


ગટર પરની દુકાનો તોડી પાડયા બાદ બેરોજગાર બનેલા વેપારીઓ માટે મનપાએ મૌખિક રીતે સુચવેલી જમીન પર પોતાના ખર્ચે દુકાનો બનાવી હતી. વેપારીઓએ ઉછી ઉધારા કરી એક દોઢ લાખ જેટલી રકમ ખર્ચી પણ હતી. પરંતુ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ વિવાદમાં સપડાઈ જતા દુકાન અને પછી પૈસા ગુમાવનાર વેપારીઓ લાચાર બની કોઈ મદદ કરે તેની રાહ જોઈ રહ્યા છે.


ત્યારે આ રસ્તાના અધુરા કામ અંગે મનપા તથા નગરસેવકો આળસ ખંખેરી અધુરી કામગીરી પૂર્ણ કરાવે એવી માંગ ઉઠી છે.

Post Comments