Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જૂની અદાવતમાં યુવાનને લાકડી અને પાઈપનાં ઘા ઝીંકીને હત્યા

-મીઠાનાં અગરમાં મજુરીકામ રાખવા મામલે ખૂની હુમલો કરનાર ત્રણ શખ્સોની ધરપકડ

મોરબી,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

મોરબીનાં ઝીંઝુડા ગામે ગત રાત્રીનાં સમયે જૂની અદાવતમાં માથાકૂટ થઈ હતી. જેમાં ત્રણ શખ્સોએ યુવાને માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ, મોરબીનાં ઝિંઝુડા ગામે રહેતા સવશી પુંજા કોળી (ઉ.વ.૩૬) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના ભત્રીજા ઠાકરશીભાઈએ અગાઉ બાબુભાઈનાં મીઠાનાં અગરમાં મજુરી કામ રાખેલું હતું. જે મામલે આરોપી ઈલુભાઈ બાબુભાઈ કોળી, ભગાભાઈ બાબુભાઈ કોળી અને ખીમા છેલુંભાઈ કોળીએ ઝઘડો કરીને લોખંડનાં પાઈપ અને લાકડી વતી નાનાભાઈ રમેશ કોળીને મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે ઈજાગ્રસ્ત યુવાનને માથા તથા શરીરમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયો હતો. અમદાવાદમાં સારવાર દરમિયાન આજે મોત નીપજયું હતું. જેથી બનાવ હત્યામાં પલટાઈ ગયો છે.

બનાવને પગલે ઝુંઝુડા ગામમાં અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બનાવ હત્યામાં પલટાતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ત્રણેય આરોપીને પી.એસ.આઈ. ડાભી સહિતની ટીમે ગણતરી કલાકમાં ઝડપી લીધા હતાં. હત્યામાં વપરાયેલી લાકડી અને પાઈપ કબજે કરવા તેમજ અન્ય કોઈ કારણ છે કે નહીં તેની તપાસ પણ ચાલુ કરી છે.

Post Comments