Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોમનાથમાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું:બેની ધરપકડ

-અમેરીકન નાગરિકોને કોલ કરી લોન આપવાની લાલચ આપી ડોલર પડાવી કરાતી હતી ઠગાઇ

વેરાવળ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

સોમનાથમાં ગેરકાયદે મની કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બે આરોપીઓની ધરપકડ કરેલ છે. બે આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.

એસઓજી શાખા દ્વારા બાતમીના આધારે પ્રભાસ પાટણના ઉચાળ શેરીમાં રહેતાવિરેન્ કેતન પાઠકના રહેણાંકમાં લવકુમાર સુરેશ કોટીયા (રહે. પોરબંદર) સુનીલ દતાણી, મેલવીન ક્રિશ્ચન મીની કોલ સેન્ટર ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડો પાડેલ હતો. જેમાં લવકુમાર અને વિરેન પાઠકને ઝડપી લીધેલ હતા. આ ચારેય યેક સંપ કરી અમેરીકાના નાગરિકોનેમાઇક તથા મેક જેવા નામો ધારણ કરી લેપટોપમાં મેજીક જેકથી કોમ્પ્યુટરના ડેટા પ્રોસેસના આધારે અમેરીકાના નાગરિકોને લોન આપવાની લાલચ આપી આઇ ટયુન સ્વર્પે લોન ડોલર  પડાવવા માટે અમદાવાદના સુનીલ તથા મેકવીનને જવાબદારી સોંપતા હતા. આ ચારેય આરોપીઓએ અમેરીકન નાગરિકો સાથે કોલ કરી લેપટોપના સહારે છેતપીંડી કરેલ હોય તેવી ફરિયાદ એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. જે.વી. ઘોળાએ નોંધાવેલ છે. બેની ધરપકડ કરેલ છે અને બાકીના બે આરોપીને ઝડપવા શોધખોળ હાથ ધરેલ છે. તથા લેપટોપ નંગ ૧, મોબાઇલ નંગ ૩ સહિતનો મુદામાલ કબજે કરેલ છે.

Post Comments