Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘાંટવડમાં બેફામ ખનિજચોરી નહીં અટકાવાય તો ૧૫મીથી જનતારેડ

-ગૌચર અને સરકારી જમીન ઉપરાંત ગીર અભ્યારણ આસપાસ ખુલ્લેઆમ ગેરકાયદે ખનિજ ખનન થતું હોવા છતાં ભ્રષ્ટ અધિક

કોડીનાર, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

કોડીનાર તાલુકાનાં ઘાંટવડ ગામ અને તેના લગત વિસ્તારોમાં ચાલતી બેફામ ખનીજ ચોરીની આધાર પુરાવા સાથેની વારંવાર રજૂઆતો કરવા છતાં ખાણ ખનીજ ખાતું કોઈ જ પગલા ભરતુ ન હોઈ ગ્રામપંચાયતનાં સભ્યો સહિત ગ્રામજનો દ્વારા મામલતદારને એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવી તા.૧૫ સુધીમાં ખનીજ ચોરો સામે પગલા ભરવામાં નહીં આવે તો રોષભેર જનતા રેડ પાડવાની ચીમકી આપી છે.

ઘાંટવડ ગ્રામ પંચાયતનાં સરપંચ સહિતનાં સભ્યોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ઘાંટવડ ગામની હદમાં આવેલ સરકારી, ગૌચરની જમીનો ઉપર ભૂમાફીયાઓ દ્વારા કબજાઓ કરી બેફામ રીતે લાઈમસ્ટોન પથ્થરોનું ખોદકામ કરવામાં આવે છે. આ બાબતે જાગૃત વ્યક્તિઓ દ્વારા આધાર પુરાવાઓ સાથે ફરીયાદો, રજુઆતો કરવામાં આવેલી છે. બીજી તરફ અધિકારીઓએ તપાસનાં નામે આવી હપ્તાખોરીથી જંગલ વિસ્તાર નજીક હોવા છતાં નામદાર કોર્ટનાં અનુસાર માઈનીંગ કરવા સામે મનાઈ હોવાનું જાણવા છતાં સતત ગેરકાયદેસર માઈનીંગ પ્રવૃત્તિ ચાલુ રહેવા દિધેલ છે.

વધુમાં જણાવ્યું છે કે, આ બાબતે જવાબદાર અધિકારીઓની કોઈ જવાબદારી થતી ન હોય તેમ ગૌચર અને સરકારી જમીન ઉપરનાં ગેરકાયદેસર ખનન સંબંધે જવાબદારી જેતે પંચાયતની હોવાનું જણાવી તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવાની થતી નથી તેવું કહી ભુમાફીયાઓને ખુલ્લો દોર આપવામાં આવેલો છે.

અધિકારીઓની અક્ષમ્ય બેદરકારી, નિષ્કાળજી અને ભુમાફીયાઓ સાથેનાં મીલાપી પણા સામે ઘાંટવડ ગ્રામ પંચાયત દ્વારા તા.૧૧ ને બુધવારનાં રોજ સરકારી તંત્ર દ્વારા ભૂમાફીયાઓ વિરૃધ્ધ કાર્યવાહી નહી થવા સામે બંધ પાળવામાં આવ્યો હતો. હવે તા.૧૫મીથી જાનનાં જોખમે ગામનાં લોકો દ્વારા જનતા રેડ કરવાનું નક્કી કરવામાં આવેલું છે.

Post Comments