Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘરે-ઘરે જઈને પ્રશ્ન પુછ્યો: 'વિકાસને કોઈએ જોયો છે?'

-જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ

જામનગર,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

જામનગર શહેરમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિકાસની શોધખોળ કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરમાં વિકાસ કોઈએ જોયો છે? તેવી પત્રિકાઓ સાથે મહિલા કોંગી કાર્યકરો ઉપરાંત નગરસેવકો, વિપક્ષી નેતા વગેરે દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવ્યો હતો અને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગર સહિત સમગ્ર ગુજરાતભરમાં વિકાસ અંગેના અનેક સ્લોગનો ઉપરાંત સોશ્યલ મિડીયામાં જુદી જુદી ટીપ્પણીઓ થઈ રહી છે. જેના ભાગરૃપે આજે જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.૧૨માં રંગુનવાલા હોસ્પિટલ ચોકથી જન જાગૃતિ અભિયાન સ્વરૃપે ડોર ટુ ડોર લોકસંપર્ક કરવામાં આવ્યો હતો. જામ્યુકોનાં વિરોધ પક્ષના નેતા, વોર્ડ નં. બારની નગરસેવકો તેમજ મહિલા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કોંગી મહિલા કાર્યકરોની ટીમ દ્વારા રેલી કાઢીને ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવ્યો હતો અને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલી ખોટી વિકાસની વાતોમાંથી જામનગર શહેરના લોકોએ વિકાસ કયાંય જોયો છે? તે અંગે પત્રિકા વિતરણ કરી પ્રશ્નો પુછવામાં આવ્યા હતાં.

પત્રિકામાં કોંગ્રેસ  દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતાં. મોંઘવારીના મારથી પ્રજાને પીસીને સંતોષ ન હોય તેમ નોટબંધી કરી લોકોને પરેશાન કર્યા હતાં. કોઈ મોટી માછલીઓ નથી પકડાઈ પરંતુ નાની માછલીઓના સ્વરૃપમાં પ્રજાને નોટબંધીમાં ખુબ પરેશાન કરી દીધી હતી તે પણ ખુટતુ હોય તેમ જીએસટી લાગુ કરીને નાના વેપારીઓની પણ કમ્મર તોડી નાખી છે. ત્યારે વિકાસની વાતો કરનારાઓને મહિલા કોંગ્રેસ દ્વારા સવાલ કરવામાં આવી રહ્યાં છે કે, તમારા સ્વપ્નાઓમાં આવતો વિકાસ હવે નહી ચાલે અને પ્રજાને સાચો ન્યાય અપાવવા માટે શાસકો પાસેથી વિકાસનો હિસાબ માંગવામાં આવે છે. હવે મુંગા મોઢે અન્યાય સહન થઈ શકે તેમ નથી તેવું પણ પત્રિકામાં જણાવ્યુ ંહતું. આ આશ્ચર્યજનક કાર્યક્રમથી વોર્ડ નં. ૧૨ના લોકોમાં કુતુહલ પ્રસર્યું હતું.

Post Comments