Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તા.૧થી ૪ રાજકોટમાં યોજાશે ફ્લાવર શો, સ્થળ બદલાયું

-પ્રેમગલીને બદલે હવે બહુમાળી ભવન સામેના ૫૦ હજાર ચો.મી.ના ઉદ્યાનમાં આયોજન, બીજા રાજ્યોથી આવશે ફૂલો

રાજકોટ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

રાજકોટમાં આગામી તા.૧થી ૪ ફેબુ્રઆરી સુધી ફ્લાવર શો યોજવાનું આજે મ્યુનિ.કમિશનર પાનીએ જાહેર કર્યું છે.

આમ તો આ શો માટે તા.૨૫નો સમય વધુ અનુકૂળ રહ્યો છે પણ આ વખતે અન્યત્ર ફ્લાવર શો હોય અને મનપા સ્થાનિક સ્ત્રોતોથી તે આયોજન કરી શકે તેમ ન હોય તા.૧થી આયોજન અને તેનું સ્થળ બદલીને હવે રેસકોર્સ ઉદ્યાનમાં રખાયાનું જાહેર કરાયું છે.

આ ફ્લાવર શો ગત વર્ષે ૪ લાખથી વધુ લોકોએ નિહાળ્યો હતો. મનપાના ધાર્યા કરતા વધુ સંખ્યા આવતા હવે ચબુતરાવાળુ મેદાન અને રેસકોર્સ ઉદ્યાનમાં આ કાર્યક્રમ યોજાશે જેમાં ૧૨૦થી વધુ જાતિના પૂષ્પો વગેરે પ્રદર્શિત કરાશે. કમિશનરે જણાવ્યા મૂજબ ગુજરાત ઉપરાંત આ વખતે આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણીપૂર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાંથી પણ પૂષ્પો પ્રદર્શિત કરવા માટે લોકો આવશે.

ટેરેસ ગાર્ડન અંગે માર્ગદર્શન કેમ્પ, થ્રીડી વર્ચ્યુલ રિયાલીટી, પૂષ્પો ઉછેરવા મુદ્દે સમજણ, માછલીઘર વગેરે આકર્ષણો ઉમેરાશે.

જો કે મનપાનું મૂળ કામ કાર્યક્રમોનું નહીં પણ કાર્યોનું છે ત્યારે આ આયોજનમાં તમામ ખાતાને ધંધે ન લગાડાય અને આડેધડ ખર્ચ ન કરાય તે પણ જરૃરી છે.

Post Comments