Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાર્જ સાથે અથડાતા ફિશિંગ બોટની જળસમાધિ,ખલાસીઓનો બચાવ

- બેટ દ્વારકાની બોટ ફિશિંગ કરી પરત ફરી રહી હતી

- લાઈટ - સીગ્નલ ન હોવાથી અંધારામાં ખ્યાલ ન આવ્યો ને ટક્કર : બોટ માલિકની ફરિયાદ પરથી પોલીસ કાર્યવાહી

ઓખા, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

ગતરાત્રિનાં બેટ દ્વારકાની ફીશીંગ કરી પરત ફરી રહેલ બોટને ઓખા પેસેન્જર જેટી પાસે બાર્જ સાથે અથડાતા જળસમાધિ લીધી હતી જેમાંના તમામ ખલાસીઓ સદનસીબે બચી જવા પામ્યા છે. જયારે બોટની શોધખોળ ચાલુ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ઓખા નજીકના બેટ દ્વારકાના હારૃન જીકર ચંગડાની નારાયણપ્રસાદ નાની માચ્છીમારી બ ોટ ગતરાત્રિનાં આશરે ૧૨ કલાક આસપાસ દરીયામાંથી ફીશીંગ કરી પરત ફરી રહી હતી ત્યારે ઓખા પેસેન્જર જેટી નજીક એક બાર્જ બંધ હાલતમાં પડયું હતું.

આ બાર્જમાં કોઈપણ જાતના લાઈટ કે સીગ્નલ ચાલુ ન હોતાં અંધારામાં ખ્યાલ ન આવતાં આ ફીસીંગ બોટ બાર્જ સાથે અથડાઈ હતી અને દરીયામાં જળસમાધિ લઈ લીધી હતી. સદનસીબે આ બોટમાં સવાર તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતા અને તમામ હેમખેમ કાંઠે પહોંચી શકયા હતાં જયારે દરીયામાં ગરક થયેલી બોટનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી અને તેની શોધખોળ ચાલું છે.

આ બનાવ બાદ આજરોજ બોટના માલીક અકસ્માત અંગે ઓખા મરીન પોલીસને જાણ કરતા ઓખા મરીનના પી.એસ.આઈ. ઝાલાએ આ અંગે તપાસ શરૃ કરતા  બાર્જનાં માલિક કંડલા ગામના રહીશ હોવાનું માલૂમ પડતા કંડલાથી કાર્યવાહી અંગે ઓખા  બોલાવેલ છે.

Post Comments