Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોરબીઃ સોનાનો ખજાનો મળવાની લાલચમાં શિવમંદિરમાં તોડફોડ

- ગર્ભગૃહ ખોદી નાંખ્યુ, અગાઉ પણ મંદિરમાં ભોયરુ ખોદી કાઢ્યુ હતુ

મોરબી,તા. 14  જુન 2018, ગુરુવાર

મોરબી તાલુકાના જુના સાર્દુળકા ગામે આવેલા શિવ મંદિરના ગર્ભગૃહ નીચે સોનું અને ખજાનો હોવાની માન્યતાને પગલે રાત્રીનાં તોડફોડ કરવામાં આવી હતી.  ગર્ભગૃહમાં  ખોદકામ કરવામાં આવ્યુ હતું. બીજી વખત આ પ્રકારે મંદિરમાં કારસ્તાન થયું હોવાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

મોરબીનું જુના સાર્દુળકા ગામ ભૂકંપ બાદ નવું વસ્યું છે અને જુના ગામથી થોડ દુર નવું ગામ બનાવાયું છે. જુના ગામમાં આવેેલા શિવ મંદિરમાં નીચે સોનું દાટયું હોવાની માન્યતાને પગલે ગત રાત્રનાં ગર્ભગૃહમાં તોડફોડ કરીને તહસ નહસ કરી નાખવામાં આવ્યું હતું. અને મંદિરમાં ભારે નુકશાની પહોંચાડાઈ હતી.

ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહીતી અનુસાર અગાઉ પણ મંદિરમાં ભોંયરૃ બનાવેલું જોવા મળ્યું હતું અને કેટલાક લોકો મંદિરમાં સોનું હોવાની માન્યતાને પગલે મંદિરને નિશાન બનાવી રહ્યા છે. આ શિવ મંદિર પ્રાચીન હોવાનું મનાય છે તેમજ મંદિરના ગર્ભગૃહમાં સોના સહિતનો ખજાનો છુપાવેલો હોવાની લોકવાયકા પણ  છે.

જેથી આવા કૃત્ય અગાઉ પણ થયા છે તો ગત રાત્રીના મંદિરના ગર્ભગૃહમાં ખોદકામ કરવામાં આવ્યું છે. જો કે, અહીંથી કોઈ ખજાનો મળ્યો છે કે તોડફોડ કરનાર ઈસમોને ખાલી હાથે પરત ફરવું પડયું   છે તે પોલીસ તપાસ બાદ જાણી શકાશે. ગ્રામજનોએ પોલીસનો સંપર્ક કરી વિધિવત ફરિયાદ કરવા તજવીજ આદરી હતી.

Post Comments