Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંબાજીમાં માં અંબાનો પ્રાગટય દિન

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હાલમાં પોષી પૂનમ એટલે કે આ દિવસ જગત જનની માં અંબાનો જન્મદિવસ હોઈ તેને વર્ષોથી ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે ચાલુ સાલે પોષી પૂનમની ઉજવણીને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓનો આરંભ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.આ શોભાયાત્રાના પ્રસંગનું પ્રથમવાર વેબસાઇટ ઉપરથી જીવંત પ્રસારણ કરવાનું નક્કી કરાયું છે.

તા.૧૨-૧-૧૭ના રોજ પોષી પૂનમનું મહત્વ અનેક ઘણું વધારે છે. કારણ કે આ પૂનમ એટલે જગત જનની માં અંબાનો જન્મ દિવસ જેને શાકંમ્બરી પૂનમ પણ કહેવામાં આવે છે.

 દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા આ પૂનમને શાનદાર રીતે ઉજવવામાં આવે છે. તે દિવસે માં અંબાના મૂળ સ્થાન એવા ગબ્બર પર્વતથી અખંડ જ્યોત લાવી હાથી, ઘોડા, પાલખી તથા વિવિધ ટેબ્લો સાથે આદિવાસી નૃ'ક૦યો તથા રાજસ્થાની નૃ'ક૦યોની રમઝટ બોલાવવામાં આવે છે તે દિવસે મહાશક્તિ યજ્ઞાા પણ યોજવામાં આવે છે.

આગામી પોષીની તૈયારીઓ કરવાના ભાગરૃપે તાજેતરમાં કલેક્ટર કમ ચેરમેન બ.કાં. જેનુદેવનની અધ્યક્ષતા તળે જિલ્લા વહીવટી તંત્રની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તંત્રના દરેક વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પૂનમના દિવસે શોભાયાત્રા અંગે તથા યાત્રિકો વધુમાં વધુ સંખ્યામાં દર્શન કરી શકે તે માટે આયોજન કરવાના ભાગરૃપે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પૂનમ અંગેના વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા.
 

Post Comments