Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જામનગરમાં ડેન્ગ્યું વકર્યો:૮૦ થી વધુ કેસ, કોર્પોરેટરનાં ભાઇનું મોત

-અગાઉ બેદરકારી દાખવ્યા બાદ હવે આરોગ્ય તંત્રની દોડધામ

જામનગર, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

જામનગરમાં સ્વાઇન ફલુનાં રોગચાળા પછી હવે ડેંગ્યુનો કારમો ડંખ ફેલાયો છે. જામનગરનાં વોર્ડ નં. ૪ નાં ભાજપનાં કોર્પોરેટરનાં ભાઇનું ડેંગ્યુની બીમારીમાં સપડાયા પછી મૃત્યુ નિપજતાં તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  શહેરમાં છેલ્લા ૪૮ કલાક દરમ્યાન ડેંગ્યુના ૮૦ થી પણ વધુ કેસો નોંધાતા આરોગ્ય તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. 

જામનગર શહેર અને જિલ્લામાં સ્વાઇન ફલૂનાં રોગચાળા પછી ડેંગ્યુનો રોગચાળો વકર્યો છે અને છેલ્લા અડતાલીશ કલાક દરમ્યાન જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ડેંગ્યુની બીમારીના કારણે ૮૦થી વધુ દર્દીઓ દાખલ થયા છે. આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને લઇને આરોગ્ય વિષયક કામગીરી શરૃ કરી દેવામાં આવી છે અને ઘેર ઘેર પાણીના સ્ટોરેજ ચકાસવાનું અને ટેબલેટ વિતરણનું કાર્ય શરૃ કરાયું છે.

સાથો સાથ ફોગીંગ મશીન પણ શરૃ કરી દેવાયા છે. દરમ્યાન જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. ૪નાં નગર સેવક કેશુભાઇ માડમના નાનાભાઇ શૈલેષભાઇ મેરૃભાઇ માડમ (ઉ.વ. ૪૨)ને ડેંગ્યુની બીમારીના કારણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી આજે સવારે તેમનું મૃત્યુ નિપજયું છે. આ બનાવના પગલે નગરસેવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Post Comments