Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધો. ૧૨માં ઉપલેટા - પોરબંદરમાં ચાર વિદ્યાર્થી સામે કોપી કેઇસ

- ગાંધીનગરની ચેકીંગ સ્કવોર્ડ ચોરી કરતા ઝડપી લીધા

- ઉપલેટાના વલ્લભવિદ્યાલયમાં 'કાપલી'માંથી અને પોરબંદરની સેન્ટ જોસેફ સ્કૂલમાં અપેક્ષિતમાંથી થતી હતી ચો

રાજકોટ, તા. 13 માર્ચ, 2018, મંગળવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો. ૧૦ અને ધો. ૧૨ ની પરીક્ષાના આજે બીજા દિવસે રાજકોટ જિલ્લામાં ઉપલેટા ખાતે વધુ બે ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ સામે એ જ રીતે પોરબંદરમાં પણ બે વિદ્યાર્થી ચોરી કરતા પકડાયા હતા આવતીકાલ તા. ૧૪ ના ધો. ૧૦ અને ધો. ૧૨ માં મહત્ત્વના પ્રશ્ન પેપરો હોવાથી દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર ઉતેજનાનો માહોલ જોવા મળશે.

ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં રાજકોટ જિલ્લાના કન્ટ્રોલ રૃમના સુત્રોે જણાવ્યું હતું કે, ગઇકાલે ઉપલેટામાંથી ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હતા. સી.સી. ટીવી કેમેરાના મોનીટરીંગ દરમિયાન ગાંધીનગર મળેલી સુચના ના આધારે કોપી કેસ પકડાયો હતો. જયારે આજે ઉપલેટાના વલ્લભવિદ્યાલય ખાતે ધો. ૧૨માં ગાંધીનગરથી આવેલી ચેકીંગ સ્કવોર્ડ દ્વારા બે વિદ્યાર્થી ''કાપલી'' માંથી ચોરી કરતા પકડાઇ ગયા હતા.

પોરબંદરમાં પણ વીજીલન્સ સ્કવોર્ડ દ્વારા સેન્ટર જોસેફ સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવતા દિનુ પરબતભાઇ પરમાર અને મધુબેન કોડીયાતર નામના બે પરીક્ષાર્થી પાસેથી અપેક્ષિત કબજે કરી પરીક્ષા ચોરીના કેસ કરવામાં આવ્યા હતા આ સિવાય અન્ય પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ રહી હતી.

Post Comments