Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રાજુલામાં ધોધમાર છ ઇંચ વરસાદ

-મગફળી, કપાસ, બાજરો, જુવાર, કઠોળ જેવા ખેતી પાકને નુકશાન થવાનાં ભયથી ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયા

રાજકોટ, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

સૌરાષ્ટ્રમાં ચોમાસાની વિદાય વેળાએ મેઘરાજાએ બે દિવસથી છુટા - છવાયા વરસવાનું શરૃ કર્યું છે. ગઇકાલ બાદ આજે પણ અમરેલી જિલ્લામાં મેઘરાજાનો મુકામ રહ્યો હતો. સૌથી વધુ રાજુલામાં ગાજવીજ સાથે મુશળધાર છ ઇંચ વરસાદ વરસી જતાં સર્વત્ર પાણી - પાણી થઇ ગયું હતું. સોમનાથ જિલ્લામાં પણ આજે ૦।। થી ૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે વાદળછાંયા માહોલમાં અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ થઇ ગયા હતા અત્યારનાં વરસાદથી ખેતી પાકને નુકશાન થાય. તેમ હોવાથી ખેડૂતોમાં ચિંતા છવાઇ છે.

 હવામાન ખાતાની આગાહીનાં પગલે આજે રાજકોટ શહેર સહિત જિલ્લામાં સવારથી વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતું. એ જ રીતે મોરબી, ખંભાળિયા, જામનગર, પોરબંદર જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ વચ્ચે કયાંક છાંટા - ઝાપટા પડયા હતા અને અસહ્ય બફારો પણ અનુભવાયો હતો.

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલ્ટો આવતા આકાશમાં વરસાદી માહોલ છવાતા આજે રાજુલા શહેર સહિત આજુબાજુનાં વિસ્તારોમાં છ ઇંચ તેમજ ખાંભામાં ૧।। ઇંચ, સા.કુંડલા અને ેજાફરાબાદમાં ૧ ઇંચ તથા અમરેલી, બગસરા, ધારી, લીલીયા, લાઠી પંથકમાં અડધો ઇંચ વરસાદ પડી જતાં તલ, મગફળી તેમજ થોડા અંશે કપાસનાં પાકને પણ નુકશાની થવા પામી છે અને ઘણા પાકોને લાભ થયાનું ખેડૂતોને જણાવી રહ્યા છે.

આજે રાજુલા પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી છવાઇ જતાં નદી - નાળા છલકાઇ ગયેલા હતા. રાજુલાનાં ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાતથી જ વરસાદનું આગમન થતાં દિવસે પણ સતત ચાલુ રહેતા છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

જૂનાગઢ જિલ્લામાં ગતરાત્રીથી વાતાવરણ પલ્ટાયું છે. ગતરાત્રીનાં ભારે પવન સાથે ઝરમર છાંટા વરસ્યા હતા. જયારે આજે પણ સવાર થી વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતું અને અમી છાંટણા થયા હતા. બપોર બાદ ધુપ - છાંવયુકત વાતાવરણ રહ્યું હતું. હાલ મગફળીની સિઝન ચાલી રહી છે. ત્યારે વાતાવરણમાં પલ્ટો થતો ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે ચોમાસાની વિદાય વખતે મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. વેરાવળમાં જોરદાર ઝાપટું પડયુ ંહતુ.ં જયારે કોડીનારમાં ઝરમર એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

ઉના અને ગીરગઢડામાં ગતરાત્રે અને આજે સવારે જોરદાર ઝાપટા સ્વરૃપે એક ઇંચ વરસાદ વરસી જતાં ઠેર - ઠેર પાણી ભરાયા હતા. દેલવાડા, નવાબંદર, સીમર, રાજપરા, કેસરીયા, સામતેર, ગરાળ ભાથા, ખાપટમાં બે ઇંચ તેમજ બાબરીયા, થોરડી, ભાખા જુડવડલી, ફાટસર, ઇંટવાયામાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ પડયો હતો. મગફળી, બાજરો, જુગાર, કપાસ કઠોળનાં પાકને નુકશાન થવાનો ભય ઉભો થયો છે. દરિયાકાંઠે સુકવેલી મચ્છી પણ બગડી જવાનું જોખમ હોવાથી સાગરખેડૂઓમાં ચિંતા પ્રસરી છે.

Post Comments