Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પોરબંદરમાં બાળદિને બાળકો દ્વારા કલેકટર બંગલાને ઘેરાવ, ચક્કાજામ

-રોષિત વિદ્યાર્થીઓ, વાલીઓ દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે રામ ધૂન અને સુત્રોચ્ચાર

પોરબંદર, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

પોરબંદર નગરપાલિકા દ્વારા દાયકાઓથી બે શાળાઓનું સંચાલન કરવામાં આવતું હતું, એ બન્ને શાળાઓ ચલાવવાનો ખર્ચ પોસાતો નહીં હોવાના બહાના હેઠળ તંત્રએ આ બન્ને શાળાઓ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિને અધુરા શૈક્ષણિક સત્રએ અચાનક જ સોંપી દીધી છે અને સરકારે સંભાળ્યા બાદ પૂરતા શિક્ષકો નહીં હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે ત્યારે બાળદિને જ બાળકો દ્વારા કલેકટરના બંગલા બહાર ઘેરાવ કરીને રોડ ઉપર ચક્કજામ કરી દીધો હતો ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ બન્ને શાળાના વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા.

પોરબંદરના કમલાબાગ પાસે ૧ એપ્રિલ ૧૯૬૪ના રોજ સ્થાપવામાં આવેલ નગરપાલિકા સંચાલિત એમ.ઇ.એમ. ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ૫૦ વર્ષ જૂની છે અને આ શાળામાં ૧૦૮૦ જેટલા બાળકો એલકેજીથી લઇને ૮મા ધોરણ સુધી અભ્યાસ કરે છે અને અહીંયા છ શિક્ષકો કાયમી છે અને ૩૫ શિક્ષકો કોન્ટ્રાકટ બેઝ ઉપર કામ કરતા હતા.

તો બીજી બાજુ પોરબંદરની ચોપાટી નજીક વસનજી ખેરાજ ઠકરારની સ્મૃતિમાં પણ પ્રાથમિક શાળા ચાલુ છે અને તેનું નગરપાલિકા દ્વારા સંચાલન થતું હતું. અંદાજે ૨૫ વર્ષથી ચાલતી આ શાળામાં અંદાજે ૪૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. ધો. ૧ થી ૮ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને ત્યાં ૧૧ કાયમી શિક્ષકો અને ૧૨ જેટલા કોન્ટ્રાકટ બેઝ શિક્ષકો કામ કરતા હતા. પરંતુ આ બન્ને શાળાઓ અચાનક નગરપાલિકાએ જિલ્લા પંચાયતને નવા શૈક્ષણિક સત્રથી સોંપી દીધી છે.

પોરબંદરમાં નગરપાલિકા સંચાલીત સ્કૂલો અડધા શૈક્ષણિક સત્રએ સરકારને સોંપી દીધી હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ડામાડોળ થઇ ગયું છે. કેમ કે એક ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ છે અને આ શાળામાં ઇંગ્લીશ ભાષામાં જ છાત્રોને ભણાવવામાં આવે છે અને હવે તેમના માટે શિક્ષકોની નિમણુંક સરકારી શાળામાંથી થઇ છે તેમાંથી ભાગ્યે જ કોઇ ઇંગ્લીશ મીડીયમમાં ભણ્યું છે.

એટલું જ નહીં, પરંતુ અધવચ્ચેથી વિદ્યાર્થીઓને નવા શિક્ષકો ભણાવવામાં આવનાર હોવાથી તેમની સાથે છાત્રો સેટ થઇ શકશે કે કેમ? તેવો સવાલ પણ ઉભો થયો છે.

પોરબંદરમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, ચાચા નહેરૃના જન્મદિવસ બાળદિનના દિવસે જ બાળકો તેમના અભ્યાસ માટે થઇને રોડ ઉપર ઉતરીને કલેકટરના બંગલા બહાર ઘેરાવ કરતા હોય અને ચક્કાજામ કરતા હોઇ બાળકોના આ આંદોલનમાં તેમના વાલીઓ પણ જોડાયા હતા.

નાના - નાના બાળકોએ અલગ અલગ પ્રકારના સુત્રો પણ તૈયાર કર્યા હતા જેમાં ''અમારૃં ભવિષ્ય શું?... અમારા ચારિત્ર્ય ઘડતર માટે અમારી શાળાના શિક્ષકો આપો.... અમને ન્યાય આપો... શાળા એ મંદિર છે... અમારા શિક્ષકો આપો... ૧૪ મી નવેમ્બર - ચિલ્ડ્રન ડે ના દિવસે બાળકોને પોતાના શિક્ષકો માટે સરકાર સામે આંદોલન કરવું પડે તે સરકાર માટે શરમજનક... એક શિક્ષકનું મુલ્ય વિદ્યાર્થી જ સમજી શકે માટે અમારા શિક્ષકો આપો... વિદ્યારૃપી દિપક પ્રગટાવનારા અમારા શિક્ષકો પાછા આપો...'' જેવા સુત્રોના બોર્ડ - બેનર સાથે કલેકટર બંગલાની બહાર રોડ ઉપર બેસીને સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

પોરબંદરના કલેકટર બંગલા પછી બન્ને સ્કૂલના વિદ્યાર્થીઓ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ દોડી ગયા હતા. પ્રાથમિક શાળાના આ નાના - નાના ભૂલકાઓએ ત્યાં પણ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. રામધુન બોલીને અને સુત્રોચ્ચારો કરીને રોષ ઠાલવ્યો હતો.

Post Comments