Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટમાં રાજકીય દબાણ વચ્ચે ઈસ્ટઝોનમાં તોડી પડાયા દબાણો

-સંતકબીર રોડ પાસે ૧૧ દુકાનો, સેલર, ૧૫ ઝુપડા અને ભગવતીપરા પાસે મંદિરનું કરાયેલું ડિમોલીશન

રાજકોટ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

રાજકોટમાં રાજકીય દબાણો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે બાંધકામો પ્રતિ આંખ મિચામણાં થતા રહ્યા છે અને દબાણકર્તાઓની હિંમત વધતી રહી છે ત્યારે આજે ટી.પી.શાખાએ આંખ ખોલીને મ્યુનિ.કમિશનરની સૂચના અન્વયે ઈસ્ટઝોનમાં દુકાનો, ઝુપડાં અને એક મંદિર સહિતના ૩૦ અનધિકૃત બાંધકામો તોડી પાડયા હતા અને લાખો રૃ।.ની જમીન ખુલ્લી કરાવી હતી.

આ દબાણોને રહેવા દેવા ધારાસભ્યથી માંડીને કોર્પોરેટર સહિતનાએ ભલામણો કર્યાનું પણ તેને ગાંઠવામાં નહીં આવ્યાનું પણ બહાર આવ્યું છે.

આ અંગે મ્યુનિ.સૂત્રોએ જણાવ્યા મૂજબ આજે ઈસ્ટઝોન વિસ્તારમાં સવારથી જ કમિશનર પાનીની સૂચના અન્વયે ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના સુપરવિઝનમાં ડિમોલીશન ઙઆત ધરીને (૧) વોર્ડ નં.૫માં પેડકરોડ પર પ્રમુખ દર્શન કોમ્પલેક્સમાં લવજીભાઈ ખોડાભાઈ લાઠીયાનું ગેરકાયદે સેલર (૨) વોર્ડ નં.૬માં સંતકબીર રોડ પાસે કમલેશભાઈ ટીમડીયા અને મહેશભાઈ ડોબરીયાની ૭ દુકાનોનું બાંધકામ (૩) આ જ સ્થળે કાળુભાઈ તથા મેહુલભાઈ દેસાઈનું ૩ દુકાનોનું બાંધકામ (૪) બ્રીજેશભાઈ રમેશભાઈ મેરનું ૧ દુકાનનું મળી ૧૧ દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું.

જ્યારે (૫) વોર્ડ નં.૫માં ટી.પી.સ્કીમ નં.૮માં મનપાના પ્લોટ પર રેઢ પડ ભાળીને રૃ।.૨.૬૧ કરોડની કિંમતની ૪૭૫ ચોરસ મીટર જમીન દબાવીને ખડકાઈ ગયેલા ૧૫ ઝુપડાંઓ હટાવાયા હતા અને (૬) વોર્ડ નં૪માં ભગવતીપરા પાસે ટી.પી.સ્કીમ નં.૩૧માં મનપાએ વેચાણ માટેના રહેણાંક હેતુના પ્લોટ પર રૃ।.૧૪.૧૭ લાખની ૩૭ ચો.મી.જમીન દબાવીને કોઈએ ચણી લીધેલું મંદિર પણ દૂર કરાયું છે.

આ કામગીરીમાં ૯ એ.ટી.પી.ઓ તથા મનપાના રોશની, વિજીલન્સ પોલીસ, સોલીડ વેસ્ટ, બાંધકામ, ફાયરબ્રિગેડ, જગ્યારોકાણ વિભાગ વગેરેનો સ્ટાફ સાથે રખાયો હતો.

શહેરમાં માત્ર આટલા બાંધકામો અનધિકૃત નથી, લાંબુ લીસ્ટ છે પણ રાજકીય થાબડભાણાંથી તે હટાવાતા નથી તેવી વ્યાપક ફરિયાદો પહેલેથી છે. એકસમયે ગરીબનું ઘર નહીં તોડવા રાજકીય ભલામણ માનવતા ખાતર થતી પણ છેલ્લા ઘણા સમયથી કોમર્શીયલ સહિતના ગેરકાયદે બાંધકામો યથાવત્ રહેવા દેવા મોટો તોડ કરાતો હોવાની અને ભૂતકાળમાં આવા કિસ્સા પ્રકાશમાં પણ આવ્યાનું સર્વવિદિત છે.

આ અન્વયે મનપા આજે કામગીરી કરી તેમ નહીં પણ કામ શરુ કર્યુંતેમ ગણીને આગળ કાર્યવાહી નહીં કરે તો ગેરકાયદે બાંધકામોની સાથે ભ્રષ્ટાચાર પણ ફૂલે ફૂાલે તેવી ભીતિ છે.

ઉપરોક્ત ડિમોલીશન રોકવા કેટલાક નેતાઓએ ધમપછાડા કર્યા હતા પણ કમિશનરે આ માટે કડક આદેશ કર્યો હતો જે અન્વયે અધિકારીઓએ ફોન પણ બંધ કરી દીધાનું જાણવા મળે છે. મનપાએ ભલામણ કરનાર નેતાઓના નામ હોદ્દા જાહેર કરવાની પ્રથા પણ શરુ કરવાની જરૃર છે.

Post Comments