Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોગસ દસ્તાવેજના આધારે ૪ વર્ષ પહેલા મૃત NRI વૃદ્ધનાં બંગલો પર કબ્જો, ૨ સામે ગુનો

- મૃતકના યુકે રહેતા ભાઈએ ઈ-મેઈલથી એસપીને ફરિયાદ કરી હતી

- ભૂષણ સોલંકીની ધરપકડની તજવીજ

રાજકોટ, બુધવાર તા. 10 મે 2017
કાલાવડ રોડ પર હરિપર પાળ ગામની સીમમાં રોયલ એન્કલેવ નામની એનઆરઆઈ સોસાયટીમાં આવેલા અને ૪ વર્ષ પહેલા મૃત્યુ પામેલા એનઆરઆઈ મુકુંદરાય રાયચુરાની માલીકીનો બંગલો બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવા અંગે રાજકોટનાં ભૂષણસિંહ સરદારસિંહ સોલંકી (રહે. જાગનાથ પ્લોટ શેરી નંબર ૩, ગુલમહોર એપાર્ટમેન્ટ) અને તેના મળતીયા સંજયસિંહ ભાવસિંહ સોલંકી વિરુદ્ધ લોધીકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનાઈત કાવતરૃ, બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ પુરાવા મેળવ્યા બાદ ધરપકડની તજવીજ હાથ ધરી છે.

આ કૌભાંડ અંગે હાલ યુકે રહેતા વસંતરાય હરજીવનદાસ રાયચુરા (ઉ.વ. ૬૭)એ ઈ-મેઈલ મારફત એસપીને ફરિયાદ કરી હતી. જેની તપાસ લોધીકા પોલીસને સોંપાઈ હતી. જેના દ્વારા પ્રાથમિક તપાસ કરી જરૃરી પુરાવાઓ મેળવી લેવાયા બાદ તેમાં તથ્ય જણાતા ફરિયાદીને યુકેથી રાજકોટ બોલાવી ગઈકાલે એસપી કચેરી ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.

તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ભાઈ મુકુંદરાયે લગ્ન કર્યા ન હતા અને એકલા રહેતા હતા. તેણે રોયલ એન્કલેવ સોસાયટીમાં ૨૦૦૩ની સાલમાં બંગલો ખરીદ કર્યો હતો. તે વખતે તેઓ રાજકોટ અને લંડન વચ્ચે આવ-જા કરતા હતા. ગઈ તા. ૧૩-૩-૨૦૧૩ના રોજ તેમનું અવસાન થયું હતું.

ત્યારબાદ તેમના બંગલાની ચાવીઓ ત્યાંના મેનેજરે તેમને સોંપી દીધી હતી. પછી તેઓ યુકે જતા રહ્યા હતા અને પ્રોબેટ પણ મેળવી લીધું હતું. યુકેમાં તેમને પરિચિત મારફત જાણ થઈ હતી કે, તેમના ભાઈનો બંગલો વેચાઈ ગયો છે. જે વાત સાંભળી ચોંકી ઉઠયા હતા અને તપાસ કરાવતા આરોપી ભૂષણ સોલંકી અને સંજયસિંહ ગોહિલે પૂર્વયોજીત કાવતરૃ રચી તેમના ભાઈના મોત બાદ રૃા. ૫૦ના બે સ્ટેમ્પ પેપર પર રિસિપ્ટ ઓફ કન્સીડરેશન અને એગ્રીમેન્ટ ફોર સેલ વીથ પઝેશનનું ખોટુ લખાણ કરાવી તે લખાણને નોટરાઈઝ કરાવી તેના આધારે બંગલામાં ગેરકાયદે કબ્જો કરી લીધો હતો.
જેથી એસપીને ઈ-મેઈલ મારફત ફરિયાદ કરી હતી. લોધીકાના ઈન્ચાર્જ પી.આઈ. એમ.એન. રાણાએ તપાસ કરી ગઈકાલે ગુનો દાખલ કર્યો હતો.

Post Comments