Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોમનાથ જિલ્લાનાં કોંગી ધારાસભ્યો દ્વારા બેમુદ્દતી ઉપવાસ આંદોલન

-સરકાર દ્વારા ટેકાનાં ભાડે મગફળીનાં ખરીદ કેન્દ્રો શરૃ ન કરાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાનો ચારેય ધાર

વેરાવળ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર


ગીર સોમનાથ જિલ્લાનાં અનેક ખેડૂતોની કરોડો રૃપિયાની મગફળી ખેતરોમાં પડી છે ત્યારે સરકારે ટેકાનાં ભાવે ખરીદવી જોઇએ તેવી અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ અમલ ન થતાં ગીર સોમનાથ જિલ્લાનાં કોંગ્રેસનાં ચારેય ધારાસભ્યોએ આજે કલેકટર ઓફિસ સામે ઉપવાસ ઉપર બેસી લડતનાં મંડાણ કર્યા છે.

તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, ઉનામાં પુજાભાઇ વંશ, કોડીનારનાં મોહનભાઇ વાળાની આગેવાની હેઠળ મગફળી કેન્દ્ર બંધ થવા સામે મહાશિવરાત્રીનાં દિવસે સવારે ૧૧ વાગ્યાથી જયાં સુધી મગફળીનાં કેન્દ્રો ચાલુ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ ઉપર બેસી લડતનાં મંડાણ કરેલા છે.

ધારાસભ્યોએ જણાવેલું હતું કે, રાજય સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાં ખેડૂતોની નોંધાયેલી મગફળી પણ લીધેલી નથી. હજુ અનેક ખેડૂતોની માંડવી ખેતરોમાં પડેલી છે. જેથી ખેડૂતો સાથે સરકાર સામે લડતનાં મંડાણ કરેલા છે. જો કેન્દ્ર શરૃ કરવામાં નહીં આવે તો સંપૂર્ણ અન્નજળનો ત્યાગ પણ કરવામાં આવશે.

કોંગ્રેસના ધારાસભ્યો સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં સભ્યો, ગ્રામ પંચાયતોનાં સરપંચો તેમજ વેરાવળ, તાલાલા, કોડીનાર, ઉના વિસ્તારનાં સેંકડો ખેડૂતો પણ ઉપવાસ ઉપર બેસી ગયેલા હતા. દરરોજ ૭૫ ખેડૂતો પણ ૨૪ કલાકનાં ઉપવાસ કરશે અને દરેક ગામનો વારો આવશે.

દરરોજ સવારે ૧૧ થી ૫ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડશે.આજે વહિવટી તંત્ર, ખેતી વાડી અધિકારીઓ ઉપવાસી છાવણીએ આવી પહોંચેલ હતા અને ધારાસભ્યોની સાથે વાતચીત કરી સરકાર સુધી તેઓની માંગણી પહોંચાડવાની બાંહેધરી આપી હતી.

Post Comments