Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નજીવો પાકવીમો મંજૂર થતાં ખેડૂતોએ તે રકમનાં ચેક વડાપ્રધાનને મોકલ્યા

-માણાવદરના ધારાસભ્યની આગેવાનીમાં ૧૦૦ જેટલા ખેડૂતોએ ચેક કલેકટરને આપ્યા

જૂનાગઢ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

વંથલી- માણાવદર પંથકમાં નજીવો પાકવીમો મંજૂર થયો હતો. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ મંજૂર થયેલી રકમનાં વડાપ્રધાનના નામના ચેક બનાવી તેમને મોકલ્યા હતા. આજે માણાવદરના કોંગી ધારાસભ્યની આગેવાનીમાં ૧૦૦ જેટલા ખેડૂતોએ કલેકટરને આ ચેક આપ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં પાકવીમાંના મુદ્દે ખેડૂતોેમાં રોષ છે. માણાવદર - વંથલી પંથકમાં ખેડૂતોને નજીવો પાકવીમો મંજૂર થયો હતો. થોડા સમય પહેલા થાણા પીપળી ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપી મામુલી રકમનો પાકવીમો મંજૂર થયાની ફરિયાદ કરી હતી. આ મુદ્દે અલગ અલગ સ્થળે ખેડૂત સંમેલન પણ યોજાયા હતા. નજીવા પાકવીમાથી નારાજ ૧૦૦ જેટલા ખેડૂતોએ ેઆજે પાકવીમાની મંજૂર થયેલી રકમના વડાપ્રધાનના નામના ચેક બનાવ્યા હતા. અને કુલ ૮૦૧૬૦ની રકમના ૧૦૦ જેટલા ચેક માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાની આગેવાનીમાં કલેકટરને આપવામાં આવ્યા હતા.

ખેડૂતોના આ પ્રકારના કાર્યક્રમથી તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી. કલેકટરે ખેડૂતોને જણાવ્યું હતું કે પ્રિમીયમ ભરપાઈ કર્યું એટલે પાક નિષ્ફળ અથવા નુકસાન થયું હોય તો વીમો મંજૂર થાય છે. અને તેના માટે આગલા વર્ષના ઉત્પાદન નુકસાનીની સાપેક્ષમાં આનાવારીતે ધ્યાનમાં લઈ વીમો મંજૂર થાય છે. વીમો ક્યારે મંજૂર થાય છે. તે બાબતે સરકાર અને વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને કોઈ માર્ગદર્શન કે માહિતી આપવામાં આવતી નથી. આથી પ્રિમીયમ વસુલ કરતી વખતે ખેડૂતોને પાકવીમા  અંગે માહિતી આપવામાં આવે એ જરૃરી છે.

Post Comments