Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મગફળીકાંડમાં સરકારી તંત્રની મિલીભગત કૃષિમંત્રી ફળદુ ગેરમાર્ગે દોરવાનું બંધ કરે

-ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટ સામે નાફેડના ચેરમેનના પ્રહારો

-નાફેડની મંજૂરી લીધા વિના ગુજરાત સરકારે સુવિધા વગરના ગોડાઉનો ભાડે લીધા, કૌભાંડ છાવરવા ધૂળ-માટી-ભરેલી

રાજકોટ,  તા.૧૨ જુન 2018, મંગળવાર

સમગ્ર સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવ્યા બાદ શાપર-વેરાવળ, ગોંડલ સહિતના સ્થળોએ આગ લાગવાના બનાવમાં સરકારી તંત્રનું મોટુ કારસ્તાન હોવાનો આક્ષેપ આજરોજ અહીં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા દ્વારા કરવામાં આવ્યો હતો.

તેઓએ જણાવ્યું હતું કે મગફળીમાં માટી અને ધૂળ ભેળવીને સ્થાનિક સેન્ટરોએ મગફળી ખરીદી હતી. તેમાં ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશન અને ગુજકોટના અધિકારીઓ પણ સંડોવાયા હોવાથી કૌભાંડોને છૂપાવવા માટે ગોડાઉનોને આગ ચાંપી દેવામાં આવી છે. આ કૌભાંડની તપાસ કરી જવાબદારો સામે આકરા પગલાં લેવા જોઈએ.

 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ મહીના દરમિયાન મગફળીની ખરીદીમાં ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે તેની આકરા શબ્દોમાં ઝાટકણી નાફેડના ચેરમેન દ્વારા કાઢવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે મગફળીની સાચવણી માટે નાફેડની મંજૂરી બાદ ગોડાઉન ભાડે કરવા જોઈએ પરંતુ આ પ્રકારના નીતિ નિયમોનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી.

સરકારે એક કમીટી બનાવીને જે લોકોને ગોડાઉન ભાડે આપવાનું કામ સોંપ્યું છે તેમાં પોલંપોલ જોવા મળી છે. અગાઉ ૧૪ ગોડાઉન તો એવા જોવા મળ્યા હતા જે સંપુર્ણપણે ખુલ્લામાં હતા. નિયમ મુજબ ગોડાઉનને ફરતી દિવાલ હોવી જોઈએ.


હવા-ઉજાસ હોવા જોઈએ સિક્યુરીટી હોવી જોઈએ તે પ્રકારના કોઈ નિયમોનું પાલન કર્યા વગર મગફળી માટેની ખરીદીની જવાબદારી જેને સોંપવામાં આવી હતી તે 'ગુજકોટ' અને ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશને ગોડાઉન ભાડે રાખ્યા છે. આ ગોડાઉનો ભાડે રાખવામાં પણ ગેરરીતિ આચરવામાં આવી છે.
મગફળીમાં ધૂળ-માટી ભેળવીને સરકારને ટેકાના ભાવે મગફળી પધરાવી કરોડો રૃા.નું જે કૌભાંડ થયું છે તેનો ઘટસ્ફોટ કરતાં વાઘજીભાઈએ ઉમેર્યું હતું કે સરકારે દરેક જિલ્લામાં કે તાલુકામાં ખરીદીની જવાબદારી માર્કેટીંગ યાર્ડને આપી છે.

આ માર્કેટીંગ યાર્ડમાં મગફળી ખરીદીને તે મગફળી ગુણવતાવાળી છે કે નહીં? તે જોવાની જવાબદારી ગુજકોટ કે વેરહાઉસીંગની હોય છે તેણે મગફળી ગુણવતાવાળી છે તેવું પ્રમાણપત્ર આપવાનું હોય છે. કમનશીબે આ બે એજન્સીના માણસો જ ભળી ગયા હોવાથી કોઈએ મગફળીની ગુણવતા જોઈ નથી. પરિણામે મગફળીના ગોડાઉન તો સળગ્યા રાજકોટમાં મગફળી સાચવવા માટે જે બારદાન આવ્યા હતા. તેમાં પણ આગ લગાડી દેવામાં આવી હતી જેને કારણે સરકારને લાખો રૃા.નું નુકશાન થયું છે.


ટેકના ભાવે મગફળીની ખરીદી ઉપરાંત ચણાં, રાયડો, તુવેર સહિતની ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવે છે. આ કામગીરી નાફેડ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે છતાં ગુજરાત સરકારે આ એજન્સી ઉપર ભરોસો રાખવાને બદલે ભાજપ સમર્પિત જે આગેવાનો ગુજકોટ, ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશન સાથે સંકળાયેલા છે. તેઓને ખરીદવાની છૂટ આપી હતી.

જેને કારણે ૮ લાખ ટન મગફળીની ખરીદીમાં મોટા કૌભાંડ થયા છે તેમ કહી તેઓએ રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુ આ પ્રકારના કૌભાંડમાં નાફેડના અધિકારીઓને જવાબદાર ગણે છે તે વાતમાં તથ્ય નહીં હોવાનું જણાવ્યું હતું.


રાજકોટ ખાતે પત્રકારો સાથેની પ્રશ્નોતરી દરમિયાન નાફેડના ચેરમેને મગફળીની ખરીદીમાં સરકારી અધિકારીઓ અને ભાજપ સમર્પિત આગેવાનોની સંડોવણી હોવાનો ખુલ્લો આક્ષેપ કરી આ પ્રકારના કૌભાંડમાં નાફેડના અધિકારીઓ સામેલ હોય તો તેની સામે પણ પગલા લેવા જોઈએ તેમ જણાવ્યું હતું. આ કૌભાંડ બાદ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને અનેક પત્રો લખી મગફળીની ખરીદીના કારણે સરકારની આબરૃનું લીલામ થયું હોવાનું જણાવ્યું હોવા છતાં આજ સુધી અસરકારક પગલા લેવામાં નહીં આવતા નાછૂટકે આ વિગતો જાહેર કરવી પડી હોવાનું જણાવ્યું હતું.


ખેડૂત ક્યારેય મગફળીના નામે ધૂળ અને માટી ભરેલો માલ ન વેંચે આ માટે માત્રને માત્ર ગુજરાત સરકારના અધિકારીઓ જવાબદાર છે તેમ પુનરોચ્ચાર કરી તેઓએ આકરા પગલાં લેવાની હિમાયત કરી હતી.

મગફળી પાછળ ૩૪૦૦ કરોડના આંધણ પછી જ નાફેડને કેમ ડહાપણ આવ્યું?

મગફળીની ખરીદી પાછળ રૃા. ૩૪૦૦ કરોડથી વધુ માતબર રકમ વપરાઈ ગયા પછી જ નાફેડના ચેરમેનને ગુજરાત સરકારનો ભ્રષ્ટ વહીવટ કેમ યાદ આવ્યો? તેવો સુચિત પ્રશ્નાર્થ ગુજકોટના સુત્રોએ ઉઠાવ્યો હતો.

રાજકોટ ખાતે પત્રકારોને મગફળીને સાચવવા માટે ગોડાઉન ભાડે રાખવામાં  ગુજકોટ ્દ્વારા ગંભીર બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ વાઘજીભાઈ દ્વારા કરવામાં આવતો હતો. તેની સામે વળતા પ્રહારમાં ગુજકોટના સુત્રોએ જણાવ્યું હતું કે નાફેડના ચેરમેને દોષનો ટોપલો અમારા ઉપર ઢોળવાને બદલે પોતાનું નેટવર્ક સુધારવાની જરૃર છે. નાફેડ પાસે સ્ટાફની અછત છે. તમામ કામો કોન્ટ્રાક્ટ મારફતે જ થાય છે જેમાં કોઈ પ્રકારની ચોક્સાઈ જળવાતી નથી.

મગફળી કાંડના નામે જે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે તે ૩૪૦૦ કરોડથી વધુ રકમ વપરાઈ ગઈ પછી જ શા માટે કરવામાં આવે છે? મગફળીની ખરીદી શરૃ કરતા પહેલા નાફેડે આ મુદ્દે કેમ અસરકાર નીતિ અપનાવી ન્હોતી? ખેડૂતોના નામે રાજકારણ રમવાને બદલે નાફેડ જેવી સંસ્થા પહેલા પોતાનું ઘર સરખું કરે તે જરૃરી હોવાનું જણાવાયું હતું.

Post Comments