Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દરેડના અગનખેલમાં માસુમ પુત્રી બાદ માતાએ પણ તોડયો દમઃ પુત્ર ગંભીર

-સસરા લાકડાનો કબાટ લઈ આવતા તે બાબતે થયેલી બોલાચાલીને લીધે માઠુ લાગી જતાં મહિલાએ બે સંતાનો સાથે કર્યુ

જામનગર, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

જામનગર પંથકના દરેડ નજીક મસિતીયા રોડ પર રહેતા શ્રમિક પરીવારની મહિલાએ માસુમ પુત્રી અને પુત્ર સાથે ગઈકાલે બપોરે અગ્નિસ્નાન કરી લેતા ગંભીર રીતે દાઝી ગયેલી માસુમ બાળકીનું ઘટનાસ્થળે જ કરૃણ મૃત્યુ નિપજયું હતું.

જ્યારે માતા અને પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમ્યાન માતાએ પણ દમ તોડી દીધો છે જ્યારે માસુમ બાળક પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર નજીક દરેડ ગામ પાસે મસીતીયા રોડ પર સ્કુલ પાછળ રહેતા મુળ કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના વતની રામભાઈ નાથાભાઈ ચાનપાના પત્ની કંચનબેન (ઉ.વ.૨૭) એ ગઈકાલે બપોરે પોતાના પાંચ વર્ષની પુત્રી કિંજલ અને આઠ વર્ષના પુત્ર નિર્મલને સાથે રાખીને શરીરે કોરોસીન છાંટીને દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લેતા ભારે દેકારો બોલી ગયો હતો. જેના પગલે આજુબાજુમાં રહેતા લોકો એકત્ર થયા હતા અને પોલીસને પણ માહિતગાર કરાઈ હતી.

આ અગનખેલના પગલે ગંભીર રીતે દાઝી ગયેલી કિંજલ (ઉ.વ.૫)નું ઘટનાસ્થળે જ કરૃણ મૃત્યુ નિપજયું હતું. જયારે ગંભીર રીતે દાઝી ગયેલા કંચનબેન અને તેના માસુમ પુત્ર નિર્મલને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવમાં ગંભીર હાલતમાં રહેલી મહિલા કંચનબેન પણ મોડી રાત્રે સારવાર દરમ્યાન દમ તોડતા પુત્રી બાદ માતાએ પણ જીવ ગુમાવ્યો હતો.

જયારે આઠ વર્ષનો નિર્મલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. ભોગ બનનારને કપડા રાખવાનો કબાટ લેવો હતો. જ્યારે તેણીના સસરા લાકડાનો કબાટ લઈ આવ્યાની બાબતે થયેલી બોલાચાલીમાં માઠુ લાગી આવતા તેણીએ ઘરમાં પડેલું કેરોસીનનું ડબલુ લઈ પોતાના પર તેમજ બંને સંતાનો પર છાંટી દિવાસળી ચાંપીને અગ્નિસ્નાન કરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

આ બનાવ અંગે રામભાઈ નાથાભાઈની ફરીયાદના આધારે પંચ બી.ડીવીઝન પોલીસે મૃતક કંચનબેન સામે પુત્રીની હત્યા અને પુત્રના હત્યાના પ્રયાસ સબબ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે નાના એવા દરેડ ગામ સહિત જીલ્લાભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. જયારે ભોગ બનનારના પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Post Comments