Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાવર ગામે મિત્રના ઝગડામાં વચ્ચે પડનાર યુવાન ઉપર ઘાતક હુમલો

-જાવરમાં જ લગ્નમાં દાંડિયારાસ રમવાના મનદુઃખમાં માતા-પુત્રને ધમકી

પોરબંદર, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

જાવર ગામે હુમલાના બે બનાવો નોંધાયા છે. મિત્રના ઝગડામાં વચ્ચે પડનાર યુવાન ઉપર ઘાતક હુમલો કરાયો હતો તો બીજા બનાવમાં લગ્નમાં દાંડિયારાસ રમવાના મનદુઃખમાં મહિલા અને તેના પુત્રને ધમકી આપી હતી. જ્યારે પોરબંદરમાં મહિલાએ કોબી ચોર્યાનું માની દલાલના ભાઈ દ્વારા હુમલો કરાયો હતો.

પોરબંદરના સુભાષનગરમાં રહેતા નિલેશ હરીભાઈ કોટીયો એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે જાવર ગામે નવાપરામાં હતો ત્યારે કેટલાક શખ્સો નિલેશના મિત્ર સાથે ઝઘડો કરતા હતા.

આથી તેને છોડાવવા માટે વચ્ચે પડતા ઉશ્કેરાઈ ગયેલા વિકી ઉર્ફે બકો કીરણ વાઢીયા ઉપરાંત મયુર મુકેશ વાજા અને અશોક ભીખુ વગેરેએ લાકડાના ધોકા વડે તથા પથ્થરના છુટા ઘા મારી ઈજા કરી હતી. આ બનાવમાં પોલીસે વિકી અને મયુરની ધરપકડ કરી લીધી છે.

જાવર ગામે નવાપરામાં રહેતા જયાબેન કીરણભાઈ વાઢીયા નામની મહીલાએ એવી ફરિયાદ નોંધાવી છે કે, સુભાષનગરમાં રહેતા પવન ગોપાલભાઈ નામના શખ્સ સાથે જયાબેનના દિકરાને પાડોશીના લગ્ન પ્રસંગે દાંડીયારાસ રમવા બાબતે મનદુઃખ થયું હતું.

આથી પવન અને અજાણ્યા ત્રણ શખ્સો લાકડાના ધોકા લઈ ધસી આવ્યા હતા અને જયાબેનના મકાનમાં નુકશાન કરીને તેના પુત્રને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આંબેડકરનગરમાં રહેતા અને શાકભાજી વહેંચવાનો ધંધો કરતા શાંતિબેન કાળુભાઈ શીંગરખીયા માર્કેટીંગ યાર્ડમાં ગયા ત્યારે તેણે કોબીનો દડો ચોર્યો હોવાનું સમજીને મુકેશ દલાલના ભાઈએ શાંતિબેનને ગાળો દઈ, જાપટ મારી, ધક્કો મારી નીચે પછાડી દીધા હતા તથા અપમાનિત કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Post Comments