Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોરબીમાં એક માસમાં એક ડઝન લોકો ઓનલાઈન છેતરપિંડીનો બન્યા ભોગ

-ખાતેદારોની જાણ બહાર બેંક ખાતામાંથી ઉપડી ગઈ રોકડ

-રૃા ૫.૦૫ લાખ બારોબાર ઉપાડી લેનારી ભેજાબાજ ચીટર ટોળકીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા કવાયત

મોરબી, તા.11 જુલાઇ 2018,બુધવાર

મોરબીમાં જુદા જુદા બાર આસામીઓની જાણ બહાર ગઠિયાઓએ એક પછી એક તમામ ખાતા ધારકના બેન્ક ખાતામાંથી રૃ. ૫,૦૫,૧૮૦ રૃપિયા તફડાવી લેતા આ ગંભીર બનાવ મામલે એલસીબી ટીમે આઈ.ટી. એક્ટ મુજબ ગુન્હો નોંધી ભેજાબાજ ચીટર ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી શહેરમાં વસતા નાગરિકોના બેંક ખાતામાંથી રૃપિયા તફડાવી લેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે જેમાં છેલ્લા સમયમાં આવા બનાવો બન્યા હોય જેથી જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ એલસીબી પીઆઈ આર.ટી. વ્યાસની ટીમ દ્વારા મળેલી અરજીઓને પગલે ફરિયાદી વાસુદેવભાઈ ખેલશંકરભાઈ વ્યાસ (રહે. રવિપાર્ક-૨ વાવડી રોડ, મોરબી)ના બેન્ક એકાઉન્ટમાંથી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયાના એટીએમ દ્વારા રૃ. ૨૦,૫૦૦ અરજદારની જાણ બહાર ઉપડી ગયેલ અંગેની અરજી અન્વયે તેમજ અગિયાર સાહેદોના નાણા પણ તેઓના બેન્ક એકાઉન્ટમાંથી જાણ બહાર અલગ-અલગ જગ્યાએથી એટીએમ દ્વારા ઉપડી ગયેલ હોય.

ફરીયાદી તથા સાહેદોના મળી કુલ રૃ. ૫,૦૫,૧૮૦ એટીએમ મારફતે ખાતા ધારકોની જાણ બહાર નાણા ઉપાડવા અંગે આઈટી એક્ટ મુજબ કોઈ અજાણ્યા માણસ સામે મોરબી એલસીબીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી તપાસ ચલાવી છે અને લાખોની રકમ ગાયબ કરનાર ભેજાબાજ ટોળકીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Post Comments