Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટનો ૯૬ ટકા વિસ્તાર ઉજ્જડ, ઘર દીઠ પણ એક વૃક્ષ નથી રહ્યું!

-૧૩૬ ઉદ્યાનોમાં પણ પૂરતી હરિયાળી નથી, ઈ-ગવર્નન્સની યોજનાઓ વચ્ચે હજુ સેટેલાઈટથી શહેરનો ગ્રીન સર્વે બા

રાજકોટ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

રાજકોટના મૅયરથી રાષ્ટ્રના વડાપ્રધાન સહિતના તમામે અત્રે ભરી સભામાં વારંવાર ગ્રીન સિટી, ક્લીન સિટીની વાતો જોરશોરથી કરી છે પણ મનપાના સત્તાધીશોને કરોડો રૃ।.ના મલાઈદાર પ્રોજેક્ટ સિવાય શહેર રહેવા જેવું બને તેવા નક્કર કામમાં રસ નહીં લેવાતા આજે પણ શહેરનો ૧૨૬ પૈકી ૧૨૧ ચો.કિ.મી.થી વધુ વિસ્તાર ઉજ્જડ છે. શહેરમાં ગ્રીન ફિલ્ડ એટલે કે હરિયાળીવાળો વિસ્તાર માત્ર ૪ ટકા છે તેમ સત્તાવાર મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું છે. જો કે મ્યુનિ.કમિશનરે આ અંગે આજે જણાવ્યું કે અમે શહેરના એક એક વૃક્ષની ગણત્રીનું અને સેટેલાઈટથી તેના સર્વેનું આયોજન કરી રહ્યા છીએ.

ગત આખા વર્ષમાં લાખો વૃક્ષો વાવવાનું મનપાએ આયોજન કરીને ધોધમાર વરસાદ છતાં શહેરમાં મનપાના લાખો રૃ।.નો પગાર લેતા ગાર્ડન વિભાગ દ્વારા માત્ર ૩૫૦ વૃક્ષો માંડ વાવ્યા છે જ્યારે બીજી તરફ સ્વૈચ્છિક સંસ્થાએ ૧૦ હજાર વૃક્ષો વાવ્યાનું ખુદ મનપા સૂત્રો જણાવે છે.

હરિયાળા શહેર માટે મનપા મહિને લાખોનો ખર્ચ કરીને ગાર્ડન વિભાગ નિભાવે છે અને તેમાં ક્લાસ-૧ અધિકારી સહિત પૂરતો સ્ટાફ છે છતાં શહેરના કાલાવાડ રોડ જેવા ગૌરવપથથી માંડીને શેરીઓ, નવા વિકસીત સોસાયટીઓની સાઈડ, ડિવાઈડર ઉજ્જડ હોય છે.

પદાધિકારીઓએ એકવાર નહીં, વારંવાર ગ્રીન બિલ્ડીંગ, ગ્રીન હાઉસ ઈફેક્ટ નિવારવી, વૈશ્વિક પર્યાવરણ, રહેવાલાયક શહેર બનાવવું, લો કાર્બન એમીસન, અર્થ અવર, વગેરે શબ્દો સાથે ફાઈવસ્ટાર હોટલોમાં વિદેશીઓ સાથે અને વિદેશમાં જઈને વાતોના વડાં કર્યા છે પણ શહેરને હરિયાળુ બનાવવામાં સઘન કામગીરી નહીં થતા તેનું પરિણામ એ આવ્યું છે કે અનેક મહાનુભાવો વાતોતો વ્યક્તિદીઠ એક વૃક્ષની કરે પણ શહેરમાં ૧૫ લાખની વસ્તી અને ૪.૫૦ લાખ ઘરો સામે માત્ર ૨.૮૩ લાખ વૃક્ષો જ છે.

રાજકોટમાં રાજાશાહી વખતમાં પણ વૃક્ષોની ગણત્રી કરીને તેનો હિસાબ પ્રજાને અપાતો હતો પણ મનપાએ ચાર દાયકામાં એક પણ વખત વૃક્ષોની ગણત્રી કરી નથી. હવે કમિશનર પાની કહે છે વિદ્યાર્થીઓ મારફત આ કામ કરાવવાનું અને એક એક વૃક્ષની કોમ્પ્યુટર પર નોંધ રાખવાનું આયોજન થઈ રહ્યું છે. સવાલ, જો કે આયોજનના અમલનો છે.

બીજી તરફ શહેરમાં સિમેન્ટ કોંક્રિટનું બાંધકામ બેફામ વધી રહ્યું છે, ખુદ સરકાર-મનપા તેને ઉત્તેજન આપે છે, વાહનોની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે, રસ્તા પહોળા થતા નથી, કાર્બન ડાયોક્સાઈડ સહિત ઝેરી વાયુઓ વધી રહ્યા છે, પ્રદુષણનો સૂચકાંક અનેક એરિયામાં તો ૧૫૦ને આંબી ગયો છે. આ સ્થિતિ જો અવિરત ચાલુ રહી તો દિલ્હી દૂર નથી! અર્થાત્ દિલ્હી જેવી સ્થિતિ સર્જાવી દૂર નહીં રહે.

Post Comments