Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૫૦૦ પેરા મિલીટ્રી ફોર્સનાં જવાનો ૧૫૦૦ પોલીસ, ૧૬૦૦ હોમગાર્ડઝ

-રાજકોટ વિધાનસભાની ચાર બેઠકો માટે

-૫૨ જગ્યાએ એરીયા ડોમીનેશન, ૩૨ જગ્યાએ ફ્લેગ માર્ચ

રાજકોટ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

રાજકોટ વિધાનસભાની ૪ બેઠકો માટે આગામી તા. ૯મી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં ૫૫૦૦ સુરક્ષા જવાનોનો જડબેસલાખ બંદોબસ્ત રહેશે. જેમાં ૨૫ પેરા મિલીટ્રી ફોર્સની કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

રાજકોટ વિધાનસભાની ચાર બેઠકો માટે ૨૨ પેરા મિલીટ્રી ફોર્સની કંપની મંગાવવામાં આવી છે. આ ઉપરાંત એસઆરપીની ૩ કંપની પણ તહેનાત રહે છે. આ ૨૫ કંપનીનાં અંદાજે ૨૫૦૦ જેટલા જવાનો ઉપરાંત ૧૫૦૦ પોલીસ સ્ટાફ અને ૧૬૦૦ હોમગાર્ડઝની પણ ચૂંટણીમાં મદદ લેવાશે તેમ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું.

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને છેલ્લા ઘણાં દિવસોથી પોલીસ તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. જે અન્વયે જંગલેશ્વર, પોપટપરા, કુબલીયાપરા, ગંજીવાડા, દૂધની ડેરી વિસ્તાર, કિટીપરા, આંબેડકરનગર, રૈયાધાર વિસ્તાર, ભિસ્તીવાડ, બજરંગવાડી, ભીમરાવનગર, ભિલવાસ, થોરાળા, ભગવતીપરા, ચામડીયા ખાટકીવાસ, ઢેબર કોલોની ઝૂંપડપટ્ટી, લોહાનગર, રામનાથપરા, ભારતનગર, છોટુનગર ઝૂંપડપટ્ટી, કોઠારીયા સોલવન્ટ, રસુલપરા તેમજ ગ્રામ્ય વિસ્તારો મળી ૫૨ જગ્યાઓએ એરીયા ડોમીનેશન કરવામાં આવ્યા છે.

અર્ધ લશ્કરી દળોએ ૩૨ જગ્યાએ ફ્લેગ માર્ચ કરી છે. દેશી દારૃનાં ૯૦ કેસો કરી ૨૨,૭૦૦ની કિંમતનો ૧૧૩૫ લીટર દેશી દારૃ, અંગ્રેજી દારૃનાં ૨૦ કેસો કરી ૧૬.૧૧ લાખની કિંમતની ૧૨,૨૪૩ બોટલો કબ્જે કરવામાં આવી છે. આ સાથે દારૃની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા ૧૮.૬૫ લાખનાં વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. દારૃ પીવાના ૭૩ કેસો અને દારૃ ઢીંચી વાહન ચલાવવાનાં ૨૦ કેસો કરવામાં આવ્યા છે.

૮૦૪ નોન બેલેબલ વોરન્ટની બજવણી કરવામાં આવી છે જેમાંથી ઘણાં આરોપીઓને જેલ હવાલે કરાયા છે. જ્યારે અમુક આરોપીઓએ કોર્ટમાં હાજર થઈ વોરન્ટ રદ કરાવ્યા છે. ૧૯૧૪ શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. ૧૦ અસામાજીક તત્વો, બૂટલેગરો વિરુદ્ધ હદપારી દરખાસ્તો મુકવામાં આવી છે. ૮ સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પાંચ માથાભારે ઈસમો અને ૩ બૂટલેગરોનો સમાવેશ થાય છે.

વાહન ચેકીંગ દરમિયાન ૧૦,૧૪૩ વાહનો ચેક કરી ૬.૩૧ લાખનો હાજર દંડ, ૧૮ હજારનો કોર્ટ દંડ, ૧૩,૭૦૦નો આરટીઓનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ૨૬ વાહનો ડિટેઈન કરી ૫૮૮ વાહનો પરથી બ્લેક ફિલ્મ દુર કરવામાં આવી છે.

૧૧૫ હોટલ, ઢાબા, ૧૯ ગેસ્ટ હાઉસ ચેક કરવામાં આવ્યા છે. ૩૫૨ એમસીઆર, ૧૪૦ હિસ્ટ્રીશીટરો, ૨૫ માથાભારે ઈસમોને ચેક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૦૪૨ પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાં આવ્યા છે.

Post Comments