Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તાલાલા સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ૧૫ પ્રસુતિઃ સ્ટાફમાં દોડધામ

- ૧૫ નવજાત શીશુઓની કિલકારીઓથી ગુંજી ઉઠી હોસ્પિટલ

- ૧૨ નોર્મલ ડિલીવરી જ્યારે સર્જરીથી ૩ ડિલીવરી

તાલાલા, તા.૧૦ બુધવાર, મે 2017
તાલાલાની સરકારી હોસ્પીટલમાં એક જ દિવસમાં ૧૫ પ્રસૃતિના કેસ આવતા તબીબી તથા નર્સિંગ સ્ટાફમાં દોડધામ થઈ પડી હતી. ૧૨ નોર્મલ ડિલીવરી જ્યારે સર્જરીથી ૩ ડિલીવરી થઈ હતી. આઠ બહેનોએ પુત્રને જન્મ આપ્યો હતો જ્યારે સાત માતો પુત્રીને જન્મ આપતા નવજાત શીશુઓની કિલકારીઓથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી.

તાલાલા પંથકના ૪૫ ગામડાની લાખો માનવ વસ્તીની આરોગ્ય સેવા માટે તાલાલા શહેરમાં આવેલ એકમાત્ર સરકારી હોસ્પીટલમાં એક જ દિવસમાં પ્રસૃતિના ૧૫ કેસ આવતા હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. એક જ દિવસમાં આવેલ પ્રસુતિના ૧૫ કેસ પૈકી ૧૨ ડિલીવરી નોર્મલ થઈ હતી. ૩ ડિલીવરીમાં સર્જરી કરવામાં આવી હતી. પ્રસુતિ માટે આવેલ બહેનો પૈકી ૮ બહેનોને ત્યાં પુત્ર, ૭ બહેનોને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. તમામ ૧૫ ભૂલકા તંદુરસ્ત હોવાનું હોસ્પિટલના અધિક્ષક ડો. આશીષ માંકડીયાએ જણાવ્યું હતું.


ગોંડલના સરકારી દવાખાનામાં માનવતા નેવે મુકી દેતી નર્સો
બાથરૃમ પાસે મહિલાને પ્રસુતિ થઈ જતા નર્સોએ ચાલતી પકડી
મહિલાને લેબર રૃમમાં લઈ જઈ તપાસ કરવાને બદલે લોહીથી તરબતર મહિલાની સારવાર અધૂરી છોડી ચાલ્યા જતા ફરિયાદ

ગોંડલ, તા.૧૦
રાજ્ય અને કેન્દ્ર સરકાર નવજાત શિશુ અને ગર્ભવતી મહિલાઓ માટે અનેક યોજનાઓ લાવી કરોડો રૃપિયા ખર્ચી રહી છે ત્યારે ગોંડલની સરકારી હોસ્પીટલમાં પ્રસુતી માટે આવેલ મહિલાને પુરેપુરી સારવાર આપવાના બદલે બે નર્સો દ્વારા અધુરી સારવાર કરતા રોષ ફેલાવા પામ્યો છે.

ગોંડલની સરકારી હોસ્પીટલમાં તાલુકાના બીલીયાળા ગામથી રઝીયાબેન હનીફભાઈ ઓડિયા પ્રસુતિ માટે આવ્યા હતા. ત્યારે ફરજ પરના નર્સિંગ સ્ટાફના પ્રફુલ્લાબેન પંડયા અને રમીલાબેન બારોટ દ્વારા તેઓને લેબર રૃમમાં લઈ જઈ તપાસ કરવાને બદલે સીધા જ જનરલ વોર્ડના પલંગ ઉપર સુવડાવી દેવામાં આવ્યા હતા અને થોડીવારમાં રઝીયાબેન બાથરૃમ પાસે પહોંચ્યા ત્યાં જ પ્રસુતિ થઈ જતા દીકરીનો જન્મ થયો હતો. નર્સને ઘટનાની જાણ થતા પોતાની બેદરકારી છુપાવવા બાથરૃમ પાસેની લોબીમાં દોડી આવ્યા હતા અને બાથરૃમ પાસે જ (નાળ) કોડ કટિંગ કરી હતી. દર્દથી પીડાતી પ્રસુતાને લેબર રૃમમાં લઈ જઈ ફ્લોટ કાઢી સારવાર આપવાના બદલે ઉપરોક્ત નર્સોએ ફરી ડીલીવરી વિભાગ જનરલ વોર્ડમાં ભગવાન ભરોસે સુવડાવી દીધી હતી અને લોહી નીતરતી હાલતમાં છોડી ચાલતી પકડી હતી.

બાદમાં ફરજ ઉપર આવેલ અન્ય નર્સ નયનાબેન ગોરફાડ અને હેતલબેન બાકરોલીયા દ્વારા લોહીથી તરબોળ મહિલાની સારવાર કરવામાં આવી હતી. ઘટનાની જાણ હોસ્પિટલ નર્સિંગ ઈન્ચાર્જ હેતલબેન ચૌધરીને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. આ મુદ્દે મુખ્યમંત્રીને માનવસેવા ટ્રસ્ટ દ્વારા વિસ્તૃત ફરિયાદ કરી પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

Post Comments