Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રકના ચોરખાનામાં છુપાવેલો ૧૩ લાખનો દારૃ પકડાયો

-કુવાડવાથી સામપર જવાના રસ્તા પરથી

-રાજસ્થાનનાં બે શખ્સોની ધરપકડ, દારૃનો જથ્થો ક્યા બૂટલેગરે મંગાવ્યો હતો તે અંગે હજૂ રહસ્ય

રાજકોટ, તા.૧૩ જુન 2018,બુધવાર

કુવાડવા નજીક સામપર જવાના રસ્તા પરથી ગઈકાલે મધરાત્રે ૧૩ લાખનો દારૃ-બીયર ભરેલો ટ્રક ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી આ દારૃનો જથ્થો ક્યા બૂટલેગરે મંગાવ્યો હતો તે અંગે તપાસ આરંભી છે.


ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ જીજ્ઞોશભાઈ અને વિક્રમભાઈ લોખીલને મળેલી બાતમીના આધારે પીએસઆઈ બી.ટી. ગોહિલે ગઈકાલે મધરાત્રે કુવાડવા ગામની સામપર જવાના રસ્તા પર પાણીનાં ટાંકા નજીક વોચ ગોઠવી ત્યાંથી નિકળેલા રાજસ્થાન પાર્સીંગના ટોરસ ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાં બનાવાયેલા ચોરખાનામાંથી અંગ્રેજી દારૃ અલગ-અલગ બ્રાંડની ૩૯૦૦ બોટલ તથા બીયરના ૬૦૦ ટીમ મળ્યા હતા.


તે સાથે ક્રાઈમ બ્રાંચે ટ્રકમાં સવાર ભૂરારામ મેઘારામ દેસાઈ (ઉ.વ. ૪૫, રહે. ખારા, તા. સાંચોટ, જી. ઝાલોર) અને રઘુનાથ ભીખારામ બિશ્નોઈ (ઉ.વ. ૫૦, રહે. કોટડા, તા. સાંચોટ)ની ધરપકડ કરી હતી. બંને પાસેથી ત્રણ મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યા હતા. દારૃની કિંમત ૧૨.૯૬ લાખ અને ટોરસ ટ્રકની કિંમત ૯ લાખ ગણી કુલ ૨૧.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.


ક્રાઈમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું કે આ દારૃનો જથ્થો રાજસ્થાનથી આવી રહ્યો હતો. જ્યારે દારૃ અને બીયર હરિયાણાના રોહતકથી ખરીદ કરવામાં આવ્યા હતા. ક્યા બૂટલેગરે આ દારૃ મંગાવ્યો હતો તેની ઝડપાયેલ બંને આરોપીઓને ખબર નથી. આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.

Post Comments