Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જામનગર જિ.પં.નાં ભાજપનાં સદસ્ય સહિત ૧૦ શખ્સો દારૃ પ્રકરણમાં ફરાર

-પકડાયેલા સદસ્યના ભાઈની પૂછપરછમાં વિદેશી દારૃની હેરાફેરીનાં રેકેટનો પર્દાફાશ

જામનગર, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

જામજોધપુર તાલુકાના વાંસજાળીયાની સીમના વોંકળામાં રેલ્વે ફાટક પાસે ગત રાત્રે સ્થાનિક પોલીસે દરોડો પાડી રૃા. ૧.૧૪ લાખની કિંમતના વિદેશી દારૃની ૨૨૯ બોટલ સાથે  જામનગર જિલ્લા પંચાયતના સદસ્યના ભાઈને દબોચી લીધો હતો. જેની પોલીસે પુછપરછ હાથ ધરતા દારૃની હેરાફેરીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

ઉપરોક્ત દારૃ પ્રકરણમાં પોલીસે જિ.પં.ના ભાજપના સદસ્ય જેઠાભાઈ મોરી સહિત ૧૦ શખ્સોને ફરારી જાહેર કરી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામની સીમમાં કેરડાવાળા વોંકળામાં ફાટક પાસે ઈંગ્લીશ દારૃનો જથ્થો હોવાથી બાતમીના આધારે સ્થાનિક પોલીસે ગત રાત્રે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમ્યાન પોલીસે રૃા. ૧,૧૪,૫૦૦ની કિંમતના ઈંગ્લીશ દારૃની ૨૨૯ બોટલ જથ્થા સાથે કાનાભાઈ લાખાભાઈ મોરી (રે. વાંસજાળીયા)ને પકડી પાડી દારૃનો જથ્થો કબજે કર્યો હતો. નોંધનીય છે કે આ શખ્સ જામનગર જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યનો ભાઈ થાય છે. પોલીસે તેની પુછપરછ કરતાં વિદેશી દારૃની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો હતો અને સપ્લાયર તથા દારૃ મગાવનાર સહિતના શખ્સોના નામો ખુલવા પામ્યા હતા.

જે પોલીસ પુછપરછ દરમ્યાન ઉપરોક્ત દારૃનો જથ્થો આરોપી જેઠાભાઈ મોરી (રે. વાંસજાળીયા)એ અન્ય આરોપી બાલુભાઈ રબારી (રે. રાણપુર) મારફતે પોપટભાઈ આલાભાઈ કોડીયાતર અને અરજણભાઈ આલાભાઈ કોડીયાતર (રે. રાણપુર) પાસેથી વેચાણ અર્થે મંગાવ્યો હોવાનું કબુલ્યુ હતું.

આ ઉપરાંત ઈંગ્લીશ દારૃનો જથ્થો વેચાણ અર્થે અન્ય આરોપીઓ રાજુભાઈ નારણભાઈ મોરી (રે. જામશંખપુર), નભા મેર (રે. ઠોયાણા), સવદાસ મેર (રે. રાણા કંડોરણા), લખમણભાઈ રબારી (રે. રાણાવાવ નજીક ધોરીયા નેસ), દાસાભાઈ ડાયાભાઈ રબારી (રે. ડોકામરડા નેશ) અને ભુપત દેવાભાઈ મોરી (રે. ભડાનેશ)ને આપ્યો હોવાનું પોલીસ પુછપરછમાં ખુલ્યુ હતું. જામજોધપુર પોલીસે દારૃના વેચાણ અર્થે પુર્વયોજીત કાવતરૃ રચવા અંગે તમામ અગીયાર શખ્સો સામે ગુન્હો નોંધી શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક પોલીસ તપાસ દરમ્યાન આ દારૃ પ્રકરણમાં જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય જેઠાભાઈ લાખાભાઈ મોરીની પણ સંડોવણી ખુલતા ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દારૃ સાથે પકડાયેલ આરોપી કાનાભાઈ મોરી અગાઉ જામજોધપુરના તત્કાલીન મહિલા પી.એસ.આઈ.ને ધમકી આપવાના કેસમાં ફરારી હોય તે કેસમાં પણ તેની ધરપકડ કરાઈ છે.

Post Comments