Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'વાલીઓને વધારાની ફી પાછી આપો', આજે રાજકોટમાં ધરણાં, કાલે બંધ

-રાજ્યવ્યાપી શાળા બંધના એલાન સંદર્ભે આજે વાલીઓને જાગૃત કરાશે

રાજકોટ, તા.10 જાન્યુઆરી 2018,બુધવાર

સ્વનિર્ભર સ્કુલો માટે ફિ નિર્ધારણનો કાયદો અમલમાં આવ્યા પછી છેલ્લા આઠ મહિનાથી તેના અમલીકરણના નામે જે ડીંગેડીંગ ચાલતુ રહ્યું છે તેની સામે વિરોધ દર્શાવવા માટે ગુજરાત વાલી મંડળ દ્વારા તા.૧૨નાં શાળા બંધનું જે એલાન આપવામાં આવ્યું છે.

તેની સામે રોષ દર્શાવવા રાજકોટ વાલી મંડળ દ્વારા તા.૧૧નાં સવારના ૧૧થી ૫ સુધી મોહનદાસ ગાંધી વિદ્યાલય ખાતે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ફિ નિયમનના મુદ્દે વાલીઓને અહી જાગૃત કરવાનો પ્રયાસ કરાશે.

રાજકોટની ધંધાદારી સ્કુલો ફિનિયમનના કાયદાનો ભંગ કરી મનફાવે તેમ વાલીઓને લૂંટતી રહી છે. ખાનગી શાળાઓ પ્રાથમિક કક્ષાએ વાર્ષિક રૃા ૧૫ હજાર, માધ્યમિક કક્ષાએ ૨૫ હજાર અને સાયન્સ પ્રવાહ માટે રૃા ૨૭ હજારથી વધુ રકમ ઉઘરાવી શકતી નહી હોવા છતાં ચાર ચાર ગણી વધુ રકમ વર્ષ ૨૦૧૭માં પ્રારંભના સત્ર દરમિયાન તેમજ દિવાળી પછી બીજા સત્રમાં પણ ઉઘરાવવામાં આવી છે. જે શાળાઓ ફિ નિયમન સમિતી સમક્ષ ગઈ છે તે શાળાઓ પણ વધુ ફિ વસુલવામાં પાછળ રહી નથી.

સરકારી તંત્ર ફિ નિયમનના અમલીકરણના બદલે માત્ર તમાશો જોતુ રહ્યું છે. નિર્ધારિત ફીના બોર્ડના આદેશ કરવામાં આવ્યો હોવા છતાં અનેક શાળાઓએ તેનું પાલન કર્યું નથી. ખાનગી શાળા સંચાલકો જાણે સરકારી તંત્રને ખિસ્સામાં ફરી રહ્યા હોય તેવી સ્થિતિ છે.

આ સંજગોમાં ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું છે કે, રાજયભરમાં તા.૧૨નાં શાળા બંધ ઉપરાંત ચક્કાજામ, દેખાવો, સુત્રોચ્ચાર કરાવવામાં આવશે. રાજકોટમાં તા.૧૧નાં સવારે ૧૧થી ૫ દરમિયાન રાષ્ટ્રપિતા ગાંધીજી જે શાળામાં ભણ્યા હતા તે મોહનદાસ ગાંધી વિદ્યાલયની બહાર વાલી મંડળ દ્વારા ધરણાં કરવામાં આવશે.

ફિ નિયમનના કાયદાથી વાલીઓને જાગૃત કરવામાં આવશે. તેમજ તા.૧૨નાં શાળા બંધને સફળ બનાવવા જણાવાશે. અલબત જે સ્કુલોમાં પરીક્ષા ચાલે છે ત્યાં વિદ્યાર્થીઓને ડીસ્ટર્બ કરવામાં નહી આવે તેમ વાલી મંડળના અગ્રણીઓએ જણાવ્યું હતું.

Post Comments