Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રસંગપટ

હોમ સિક્યોરિટી પર ડિજિટલ પકડ, વેબ કેમેરા અને લોકિંગ

ઓનલાઇન ક્ષેત્રે સ્પર્ધાનો યુગ,ગ્રાહકોને લાભ

રક્ષાબંધને સાડીઓના સેલ આવે છે એમ ઓનલાઇન સેલ આવશે, વિદેશથી રાખડીની લેવડ દેવડ થઇ શકશે

ડીજીટલ ક્ષેત્રના સંશોધનો માનવ સમુદાયના ખુબ ઉપયોગમાં આવી રહ્યા છે. એક પછી એક નવા સંશોધનો રોજીંદી લાઇફને વધુ સ્માર્ટ બનાવી રહ્યા છે. ગુગલ અને એમેઝોેન જેવી કંપનીઓએ રીસર્ચ પાછળ કરોડો રુપીયાનું બજેટ ફાળવેલું છે. લોકોને ડગલે ને પગલે ઉપયોગમાં આવે એવી રીસર્ચ પર ભાર મુકાઇ રહ્યો છે. સ્માર્ટ સ્પીકરના સંશોધન બાદ હવે હોમ સિક્યોરીટી ક્ષેત્ર પર ભાર મુકાયો છે. નવા અને આધુનિક સિસ્ટમ વાળા ઘરોમાં ડીજીટલ લોક, ડીજીટલ કી , હોમ ડીલીવરી જેવી સિસ્ટમ ઉભી કરવામાં  આવી છે.

એમેઝોને તૈયાર કરેલી હોમ ડીલીવરી સિસ્ટમમાં ઘરના માલિકની ગેરહાજરીમાં પણ ડીલીવરી બોય આવીને આર્ડર પ્રમાણેનો માલ ઘરમાં મુકી જાય છે. તમે ઘરમાં બીજા માળે સૂતા હોય તો પણ ડોરબેલ માર્યા વગર ડીલીવરી થઇ જાય છે. આખી સિસ્ટમ સિક્યોરીટી સાથેની હોય છે, વેબ કોમેરા ફીટ કરેલા હોય છે. ડીલીવરી બોય તમારા ઘરનું બારણું ખોલે પણ ખરો અનેે મંગાવેલો માલ તેની જગ્યાએ મુકે પણ ખરો અને કોણે ડીલીવરી કરી તેનો મેસેજ પણ તમારા મોબાઇલ પર આવી જાય છે. ભારતમાં આ ટેકનોલોજી આવતા વાર લાગશે પરંતુ તે પાઇપ લાઇનમાં છે એમ કહી શકાય.

જોકે ગુગલ આસિસ્ટન્ટ પણ આવું જ કામ આપી શકે. આપણે એમ માનીએ છીએ કે હિન્દી સોંગ કે કોઇ પ્રશ્ન પૂછવા માટેજ આસિસ્ટન્ટનો ઉપયોગ થાય છે. પરંતુ ટાઇમ સેટ કરવા માટે કે કોઇ ચોક્કસ મુદ્દો ચોક્કસ સમયે યાદ કરાવવા માટે પણ તે વપરાય છે.

આઉટ ડોર હોમ સિક્યોરીટી
આઇટ ડોર હોમ સિક્યોરીટીના મુદ્દે આમૂલ પરિવર્તન આવી રહ્યું છે.  હાલમાં આપણે ઘરની બહાર કે અંદર કેમેરા મુકીને દુર મોબાઇલ પરથી હલચલ જોઇ શકીએ છીએ પરંતુ હોમ સિક્યોરીટી હેઠળના કેમેરાના નવા વર્જન કમાન્ડ પણ આપતા થયા છે.  જો ઘરની બહાર કોેઇ ફેમીલીયર ફેસ ના હોય તો તરત એલર્ટ દર્શાવતા કેમેરા ઉપયોગી બન્યા છે. આ માટે ફેમીલીયર ફેસનો આલ્બમ કેમેરામાં ફીટ કરી દેવામાં આવે છે. જેમાં આજુબાજુના રહેવાસીઓ પણ આવી શકે છે.

સતત કેમેરા સામે જોયા કરવું તેના બદલે જ્યારે એલર્ટનો બેલ વાગે ત્યારેજ જોવાથી સમય બચી જાય છે અને પરફેક્ટ પરિણામ મેળવી શકાય છે. નવા ફ્લેટોમાં હોમ સિક્યોરીટીની પુરતી વ્યવસ્થા હોય છે. આપણે તેને સ્માર્ટ હોમ કહીએ છીએ. ઓન લાઇન વિવિધ કેપેસીટીવાળા અને વિવિધ જગ્યાએ લગાડી શકાય એવા કેમેરા મળે છે.

ઓન લાઇન સેલની બોલબાલા
ઓનલાઇન સેલ છાશવારે આવતા થયા છે. ઇ-કોમર્સ કંપનીઓ પોતાનો ગ્રાહક સમુદાય વિશાળ બનાવવા વિવિધ પ્રયાસો કરે છે.  આ પ્રયાસો પેકીનો એક પ્રયાસ એટલે સેલ. રક્ષાબંધન આવશે એટલે જેમ સાડીઓની દુકાનોમાં સેલ જોવા મળે છે એમ તહેવારોનો લાભ ઓનલાઇન વેચાણ કરતી સાઇટો પણ ઉઠાવી રહી છે. વિદેશમાં રહેતા લોકો રક્ષાબંધન વખતે પોતાના વતનમાં રાખડી મોકલે છે.

લોકોની ભાવનાને વટાવવા ઓનલાઇન સેલ કરનારા રાખડીની સાથે મીઠાઇનું પેકેટ, કંકુ,ચોખા, કંકાવટી સહીતનું એક પેકેટ તૈયાર કરે છે અને તે મોકલી આપે છે. કેટલીક સાઇટો બહેનને ભોટ આપવા સાડી તેમજ બુકેની વ્યવસ્થા પણ કરી આપે છે. આખુ પેકેજ થોડુ મોઘું લાગે છે પરંતુ વિદેશથી મળતી મીઠાઇ કે રાખડી અલગ પ્રકારનો રોમાંચ ઉભો કરે છે. જોકે જ્યારે પોતાના અંગતને કોઇ ગીફ્ટ મોકલવાની હોય ત્યારે લોકો ભાવ સામું બહુ જોતા નથી તે પણ હકીકત છે.

ગ્રાહકોનો ભરોસો જીતવો પડશે..
જ્યારથી ૧૭ મીલીયનમાં ભારતની ફ્લીપ કાર્ટ ખરીદવાનો સોદો  પ્રકાશમાં આવ્યો છે ત્યારથી ઓન લાઇન વેચાણ કરતી કંપનીઓ વધુ સક્રીય બની છે. ફ્લીપકાર્ટ માટે વોલમાર્ટે આટલો મોટો સોદો એટલા માટે કર્યો છે કે તેનો ગ્રાહકોનો બેઝ લાખોમાં છે. ફ્લીપકાર્ટે ભારતના ગ્રાહકોનો ભરોસો જીત્યો છે. આ આખો ભરોસો સીધોજ વોલમાર્ટની ઝોલીમાં આવી જવાનો છે. ટૂંકમાં ફ્લીપકાર્ટના તમામ ગ્રાહકો વોલમાર્ટને મળી જશે.

ઓનલાઇન સેલ ક્ષેત્રે સ્પર્ધાનો યુગ શરુ થઇ રહ્યો છે. જેને સીધો લાભ ઓનલાઇન ખરીદી કરનારને મળશે. સામે છેડે ઓનલાઇન વેચાણ કરનારની જવાબદારી પણ વધશે. તમે જ્યારે સર્ફીંગ કરતા હોવ ત્યારે ઓનલાઇન સેલ પર પણ નજર રાખવી જોઇએ અને સસ્તી ચીજોનો લાભ ઉઠાવવો જોઇએ. વીશ યુ હેપ્પી સર્ફીંગ..

Post Comments