Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેકર્સ બોંબ ધડાકા વગર 'ધડાકો' કરી શકે

- ડિજિટલ ઇન્ડિયાની પ્રગતિમાં હેકર્સ પંચર પાડી શકે છે

- ભારતે પણ હેકર્સ સેના તૈયાર કરવી પડશે જે હુમલાને અટકાવી શકશે

ભારતમાં ઇન્ટરનેટનું આગમન થયું ત્યારથી જ હેકિંગ કરનારાનું પણ આગમન થયું છે. ભારત સરકારે હોંશે- હોંશે ઇન્ટરનેટને આવકાર્યું અને તેનો પ્રચાર- પ્રસાર કર્યો પણ સર્ફિંગના પગલે હેકર્સ નામનો રાક્ષસ પણ આવશે તે અંગે વિચાર્યું નહોતું. હેકર્સ અંગેની ફરિયાદો રોજિંદી બની ગઈ હોવા છતાં આપણા નબળા કાયદાઓએ તેને માર્ગ કરી આપ્યો હતો.

ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર ભારત માટે એક નવી પાંખ સમાન હતું. શરુઆતના તેના કાયદા દાંત- નહોર વિનાના હતા. ત્યારે મનમોહનસિંહની સરકાર હતી. આઇ.ટી. નિષ્ણાતોએ કાયદાને ધારદાર બનાવવાની રજૂઆતો પણ કરી હતી. જો કે મનમોહનસિંહની સરકારે આંખ આડા કાન કર્યા હતા.

આજે જ્યારે ભારત ઇન્ટનનેટ વપરાશકારોમાં વિશ્વમાં ત્રીજા નંબરે છે ત્યારે દરેક હેકર્સ માટે તે ઇઝી ટાર્ગેટ બની ગયું છે. કમ્પ્યુટરમાં એન્ટી વાયરસ સોફ્ટવેર નાખવાની સલાહ અપાય છે જે કમ્પ્યુટરને માલવેરને પ્રવેશતા અટકાવે છે છતાં એન્ટીવાઇરસ સંપૂર્ણ સફળ નથી તે કહી શકાય છે. આપણે ત્યાં લોકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી ડરતા આવ્યા છે એટલે જ ઇ-કોમર્સને ધારી સફળતા નથી મળતી. લોકો શેરબજારમાં ઑનલાઇન ટ્રેડિંગ કરે છે, ડેઇલી સટ્ટો રમે છે, ડેલી ટ્રેડિંગમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરે છે પરંતુ તેમને હેકિંગનો ડર સતત સતાવે છે. કેટલાક લોકો દરેક ટ્રાન્ઝેક્શને પાસવર્ડ બદલે છે પરંતુ હેકર્સ તેમના કરતા વધુ ચાલાક સાબિત થાય છે.

ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શનમાં સૌથી વધુ બેજવાબદાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાબિત થઈ છે. ગ્રાહકના ક્રેડિટ કાર્ડમાંથી કોઈ અજાણ્યો ખરીદી કરી લે તો ગ્રાહક પાસે તે પૈસા લઈ લે છે. આવા હેકર્સને પકડવાની કોઈ સિસ્ટમ નામાંકિત બેંકો પણ ઉભી કરી શકી નહોતી. ગ્રાહક છેતરાતો હતો. ક્યારેક તો ગ્રાહક પાસે બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવાતા હતા છતાં આ એકાઉન્ટ શોધી શકાતું નહોતું.

તપાસ ચાલુ છે પણ તમારે પૈસા ભરવા પડશે - એમ કહીને ગ્રાહકને ખંખેરવામાં આવે છે. એવા પણ અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે બેંકનો સ્ટાફ જ આવા હેકિંગ કરનારા સાથે મળી ગયેલો હોય છે. જો કે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરતી બેંકોને ગ્રાહકના એકાઉન્ટની સલામતીને બદલે ગ્રાહક પાસેથી તગડું વ્યાજ વસુલ કરવામાં અને અનેકવિધ ચાર્જ વસુલ કરવામાં વધુ આનંદ આવતો હતો.

જે લોકો હેકર્સથી પરેશાન છે તે જાણે છે કે આ લોકો ખંડણીખોર જેવા છે. 'યોર ફાઇલ ઇઝ હેક' એવો મેસેજ ભલભલાને ડરાવી દે છે ત્રણ દિવસમાં પૈસા નહિ આપો તો બધો ડેટા ઉડાવી દઈશું જેમ ખંડણીખોર પૈસા ઉઘરાવે એમ આ હેકર્સ કરે છે. લોકો પોતાની મહત્ત્વની ફાઇલો ઉડાવી ના દે એટલે સાયબર પોલીસને જાણ કર્યા વગર પૈસા ચૂકવી દે છે.

અહીં મહત્ત્વનું એ છે કે સાયબર પોલીસ પણ હેકર્સ આગળ ઢીલી પુરવાર થઈ છે. ગ્રાહક પોલીસ સુધી પહોંચે ત્યાં સુધીમાં તો તેની ફાઇલો ઉડી ગઈ હોય છે. હેકર્સના કબજામાં આખુ કમ્પ્યુટર હોય છે તેથી તે મનમાની કરી શકે છે.

ગયા અઠવાડિયે હેકર્સે વિશ્વના અનેક દેશોને બાનમાં લીધા હતા. આ બાન હવે પછીના યુદ્ધો સાયબર વૉરમાં પરિણમશે. યુરોપના દેશો કે જ્યાં સૌથી વધુ લોકો ઇન્ટરનેટ વાપરે છે તેમને ત્યાં સાયબર હુમલા કરીને હેકર્સે તેમની સંયુક્ત તાકાતના દર્શન કરાવ્યા છે. વિશ્વના સોફ્ટવેર એન્જિનિયરો કરતા હેકર્સ વધારે સ્માર્ટ પુરવાર થયા છે.

સિલિકોન વેલીને હેકર્સ સ્પોટે પડકાર ફેંક્યો છે. સિલિકોન વેલી સાયબર નિષ્ણાતોથી છલકાય છે. રોજ નવી એપ્લિકેશન અને નવા ગેજેટ્સ બહાર પડે છે. પરંતુ હેકર્સનો સામનો કરી શકે તેવી કોઈ એપ્લિકેશન વિકસાવાતી નથી. સાયબર હુમલાખોરો બિટકોઇનમાં ખંડણી માગતા થયા છે.

રવિવારે થયેલા સાયબર હુમલાની અસર સોમવારે બેંકો અને એટીએમ પર જોવા મળતી હતી. યુ.કે.ના હેલ્થ સર્વરથી માલવેર ફેલાવાયા હતા. બ્રોકન શેડો નામના હેકર જૂથે ડોલર અને ત્યારબાદ બિટકોઇનમાં ખંડણી માગી છે. આ પ્રકારના સાયબર હુમલાની શક્યતા હતી. અહેવાલો અનુસાર ત્રાસવાદી સંગઠનો પાસે પણ હેકર્સ હોય છે. તે ધારે તે હેક કરી શકે છે આવા લોકોને ધર્મના નામે ઉશ્કેરવામાં આવે છે.

ભારતમાં ડિજીટલ ઇન્ડિયા અંગે મોટા ઉપાડે પ્રયાસો થયા છે પણ હેકર્સ હુમલા અંગે વિચારાયું હોય એમ લાગતું નથી. હેકર્સ સામે વળતો હુમલો પણ થઈ શકતો નથી. ભારતે હેકર્સ સેના ઉભી કરવી પડશે.

આપણે ત્યાં લોકો વોટ્સએપ અને ટ્વિટર પર એટલા બધા રચ્યા પચ્યા રહે છે કે, તેમને હેકર્સના હુમલાની ગંભીરતાની ખબર નથી. સાયબર હુમલો ડિજીટલ સિસ્ટમમાં પંક્ચર પાડી શકે છે. હેકર્સે વિશ્વને ફીલ કરાવ્યું છે કે અમને અવગણશો નહિ અમે પણ એવી તાકાત છે કે જે ઘડાકા વગર 'ધડાકો' કરી શકીએ છીએ.
 

Keywords prasangpat,19,may,2017,

Post Comments