Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્યારેક વિમાન પ્રવાસી સ્ટાફને મારે છે, તો ક્યારેક માર ખાય છે

બંને પક્ષે સંયમનો અભાવ વર્તાય છે

સ્ટાફને નોકર તરીકે જોવામાં આવે છે, તોફાની પ્રવાસીઓ માટે નવો કાયદો આવશે

ઇન્ડીગો એરલાઇન્સના પ્રવાસીને માર-મારવાનો વીડીયો જોઇને સંવેદના ઉભી થાય છે. આ વીડીયો ભલે જુનો હોય કે તુ મુદ્દે બંને પક્ષે સમાધાન થઈ ગયું હોય પણ એકલ-દોકલ પ્રવાસીએ પોતાની મર્યાદામાં રહેવાનું સૂચવી જાય છે.

વિમાન પ્રવાસીઓ અને વિમાન પ્રવાસ બંનેનું સમાજમાં થોડું ઉંચુ સ્થાન છે. એટલે જ આ વીડીયો વાયરલ થયો છે.

આ વીડીયો જોઇને ઘણાંને પ્રશ્ન એ થાય છે કે જ્યારે પ્રવાસીને ગળચી દબાવીને મારવામાં આવે છે તો પણ અન્ય પ્રવાસીઓ વચ્ચે નથી પડતા, પ્રવાસીને લઈ જતી બસ ઉપડી ગઈ હોય તો લોકો હો-હા કરી શકે છે પરંતુ અહીં તો કોઇ બચાવવા કે પ્રવાસીની તરફેણમાં પણ નહોતું આવ્યું.

આ પ્રવાસીનું નામ રાજીવ કટયાલ છે. પ્રવાસીને મારવાનો વીડીયો વાયરલ થયા પછી ઇન્ડીગોના સંચાલકોએ માફી માગી હતી. નિવેદનમાં તે કહે છે કે પ્રવાસીઓ તો અમારા ભગવાન જેવા છે, કેટલીક ચેનલો પર આ ખુલાસો આવ્યો હતો.

એર ઇન્ડિયાના કર્મચારીને ચંપલોથી મારનાર રવિન્દ્ર ગાયકવાડ શિવસેનાના સાંસદ હતા. પોતાના કૃત્ય પર તે માફી માગવા તૈયાર નહોતા. તેમને કોઈપણ વિમાનમાં પ્રવાસ ના કરવા દેવા એવો આકરો નિર્ણય લેવાનો હતો. વિમાનમાં કેટલાક પ્રવાસીઓ બેકાબુ બને છે. અન્ય પ્રવાસીમાં વટ પાડવા તે મોટેથી બોલે છે, પોતે કોઈ સત્તાધીશ હોય એમ 'ક્રૂ' મેમ્બર સાથે રફ વર્તે છે.

ગાયકવાડને તો એર ઇન્ડિયા વાળાએ ધોળા દિવસે તારા બતાવી દીધા હતા. અંતે ઘીના ઠામમાં ઘી પડયું જેવો ઘાટ થયો હતો.

બેકાબુ પ્રવાસીઓ માટે એર ટ્રાવેલ બાન ની નીતિ તૈયાર થઇ રહી છે. જેમાં આજીવન એર ટ્રાવેલ પર પ્રતિબંધની જોગવાઈ પણ છે. એર પ્રવાસનાં રાજકારણીઓ વધુ દાદાગીરી કરતા હોય છે. જો કે દાદાગીરીની મર્યાદા વટાવે ત્યારે કર્મચારીઓ પ્રતિકાર કરવાનું શરૃ કરે છે. જોત-જોતામાં ઘાંટ-ઘાંટ વચ્ચે મારામારી શરૃ થઈ જાય છે.

તોફાની પ્રવાસીઓ બહુ બોલકા અને સર્વિસમાં થોડું મોડું થાય તો પણ મારામારી પર ઉતરી આવે છે.

અજાણી જગ્યાઓ પર અને એકલ-દોકલ હોઇએ ત્યારે બહુ વિવાદમાં કે હૂંસા-તૂંસીમાં ના ઉતરવું જોઈએ એવું આપણા વડવાઓ કહે છે. થોડું સહન કરતા શીખવું જોઈએ અને જીભાજોડીથી દુર રહેવું જોઈએ એવું પણ શીખવાડાય છે. બસના, પ્લેનના કે ટ્રેનના સ્ટાફને લોકો પોતાના નોકર સમજીને વર્તતા હોય છે.

કર્મચારીઓ તરફ કૂણું વર્તન રાખવું જરૃરી છે. આ લોકો મજબુરીથી નોકરી કરતા હોય છે. કેટલાક પ્રવાસીઓ સ્મીત કે પ્રશંસા કરીને એક જેન્ટલમેન પ્રવાસી બની જાય છે.

મશ્કરા ગૃપની સાથે ઘણીવાર એર-હોસ્ટેસ પણ મજાક કરવાના મૂડમાં આવી જાય છે. એર હોસ્ટેસ સતત ફરીયાદ કરતી હોય છે. કેટલાક પ્રવાસીઓ અમને ઘૂરકયા કરે છે. એર હોસ્ટેસને તેમની ટ્રેનીંગ દરમ્યાન વિવિધ પ્રકારના પ્રવાસી સાથે કેવી રીતે વર્તવું તેની ટ્રેનીંગ અપાય છે.

વિવિધ પ્રકારના પ્રવાસીઓ સાથે હસીને કામ કરવું એ બહુ અઘરું છે. ગયા વર્ષે એક પ્રવાસી એર હોસ્ટેસ સામે જોઇને હસ્તમૈથુન કરતા પકડાયો હતો. એર હોસ્ટેસ તોફાની પ્રવાસીઓને ટેકલ કરતા આવડે છે, છતાં ક્યારેક મશ્કરીનો કે અડપલાંનો ભોગ બને છે.

જે લોકો એસ.ટી. બસ કે રેલવેમાં પ્રવાસ કરે છે તેમના માટે તો મારામારી કે ધક્કા-મુક્કી કોમન વાત બની ગઈ હોય છે. છૂટા પૈસાની બાબતમાં પણ મારામારી થતી જોવા મળે છે.

રવિન્દ્ર ગાયકવાડના કિસ્સામાં તો કમિશન પણ બેસાડવામાં આવ્યું હતું. ગાયકવાડે શરૃઆતમાં ખુબ અક્કડ વલણ રાખ્યું હતું. પરંતુ ચારે બાજુ ઉહાપોહ થતાં તે કૂણા પડયા હતા.

રવિન્દ્ર પાટડાટીયા તો સાંસદ હતા એટલે દાદાગીર કરી શક્યા પણ ઇન્ડીગો વાળા રાજીવ કટયાલને તો કોઈ પીઠબળ નહોતું. રાજીવ કટયાલ સાથે થયેલી જીભાજોડી બાદ પ્રવાસીઓ સાથેની બસ જવા દેવાઈ હતી. તેમને બસમાંથી ઉતારી દઇને પછી મારામારીક રાઇ હતી. સત્તાવાળાઓએ ઇન્ડીગોની માફી સ્વીકારવાના બદલે તેને તગડો દંડ ફટકારવો જોઈએ.
 

Post Comments