Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફારૃકના નિવેદનો બકવાસ સમાન : બંને પક્ષને ભડકાવશે

POK અંગે ફારૃકના નિવેદનની ટીકા

પ્રથમવાર રાજ્ય અને કેન્દ્રમાં સત્તા પર અબ્દુલ્લા પરિવાર નથી તેની સમસ્યા

કાશ્મીર વિવાદ સસ્તો બની ગયો છે. જે લોકો સત્તા પર નથી કે જેને સરહદી વિવાદો સાથે સ્નાન- સૂતકનો પણ સંબંધ નથી એવા રીશીકપુર પણ કહે છે કે, કાશ્મીર આપણું પણ પીઓકે કાશ્મીરનું ! ફારૃક અબ્દુલ્લાએ છેડેલો વિવાદ આગળ વધી રહ્યો છે.

પાકિસ્તાનને પંપાળતા આવા નિવેદનો જોઈને એમ લાગે છે કે આ લોકો પાકિસ્તાનીઓ તો નથી ને ? દુશ્મન દેશની ભાટાઈ કરનારા ભારતમાં હજારો લોકો છે તેમને બોલવા માટે વિષય જોઈતો હતો તે મળી ગયો છે.

આપણા દેશમાં પાકિસ્તાન તરફી લોકો હોય એ સમજી શકાય છે પણ પાકિસ્તાન તરફી નેતાઓની યાદી બનાવીએ તો તેમાં ફારૃક અબ્દુલ્લાનું નામ ટોપ પર આવે છે. અબ્દુલ્લા કુટુંબે કાશ્મીર સમસ્યાને ગૂંચવી નાખી છે. પહેલીવાર એવું થાય છે કે ફારૃક અબ્દુલ્લા અને તેનો પુત્ર ઓમર અબ્દુલ્લા નથી તો રાજ્યના શાસન પર કે નથી તો કેન્દ્રમાં ! કેન્દ્રમાં જેની પાસે સત્તા છે તેના પક્ષમાં બેસનાર ફારૃક અબ્દુલ્લાને મોદી સરકાર કોઈ ભાવ નથી આપતું.

કાશ્મીરમાં તોફાનીઓ થોડા શાંત થયા છે, લશ્કરના જવાનો પર પથ્થરમારાની ઘટનાઓ લગભગ બંધ થઈ ગઈ છે. સરકારે એક મધ્યસ્થીને મોકલીને કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કર્યા છે. આ મધ્યસ્થી દરેક વિરોધી તેમજ વિચારકોને મળશે છેલ્લે તે કેન્દ્રને રિપોર્ટ આપશે.

ફારૃક અબ્દુલ્લાએ પીઓકે અંગે આપેલું નિવેદન દરેક રાષ્ટ્રભક્તને ચચરે એવું છે. ફારૃક કહે છે કે, 'પોક' એ પાકિસ્તાનનો હિસ્સો છે. સોશ્યલ નેટવર્ક પર મોદી સમર્થકોએ ફારૃકની જોરદાર ટીકા કરી હતી.

પાકિસ્તાનની તરફેણ કરતા લલ્લુઓને એ ખબર નથી કે પાકિસ્તાનમાં જ આંતરવિગ્રહ જેવી સ્થિતિ છે. વિશ્વના ટોચના દેશોને ભારત એ વાત સમજાવવામાં સફળ રહ્યું છે કે પાકિસ્તાન ત્રાસવાદનું ઉછેરકેન્દ્ર છે. ભારતે વૈશ્વિક તખ્તા ઉપર શરૃ કરેલી પાકિસ્તાન વિરોધી ઝુંબેશને જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

ફારૃક અબ્દુલ્લા અને તેમના પુત્રની કમનસીબી એ છે કે તેમની વાહ- વાહ કરતા હુર્રિયત નેતાઓ સામે તપાસ ચાલે છે. ત્રાસવાદીઓને પાકિસ્તાનમાંથી ભંડોળ મળે છે એવી વાતોને સમર્થન મળી રહ્યંે છે. જમ્મુૃ કાશ્મીરમાં પીડીપી- ભાજપની સંયુક્ત સરકાર પણ ફારૃકને કોઈ માન નથી આપતી મુખ્યપ્રધાન મહેબુબા અને ઓમેર અબ્દુલ્લા વચ્ચે લાંબો ખટરાગ ચાલે છે. યુપીએ સરકારની પ્રથમ ટર્મમાં ઓમરને કાઢીને કોંગ્રેસ મહેબૂબાને મુખ્યપ્રધાન બનાવવા માગતી હતી બધું તૈયાર હતું.

સોનિયા ગાંધીએ લીલી ઝંડી બતાવી હતી પરંતુ ઓમારને ગંધ આવતા જ તેમના પરમ મિત્ર રાહુલ ગાંધી પાસે તે પહોંચ્યા હતા. રાહુલે મિત્રતા નિભાવી હતી. સોનિયાની હા છતાં મહેબૂબાને બેસાડાયા નહી અને ઓમાર ચાલુ રહ્યા હતા.
કોંગ્રેસના રાજકીય સમીક્ષકો વારંવાર કહે છે કે, ભાજપ અને પીડીપીનું જોડાણ ગમે ત્યારે તૂટી પડશે આમ થાય તો રાષ્ટ્રપતિશાસન આવશે જો કે વિપક્ષોની મેલી મુરાદ સફળ થાય એમ નથી.

જમ્મુ- કાશ્મીરનું રાજકારણ તમામ રાજકીય પક્ષો, સ્વૈચ્છિક સંસ્થાઓ, પત્રકારો વગેરે માટે હોટ સ્ટોરી સમાન છે.

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ગયા મહિને કહ્યું હતું કે, પીઓકે પર ભારતનો હક્ક છે અને તે અમે આંચકી લઈશું. કહે છે કે છેલ્લા ત્રણ વર્ષ અર્થાત્ મોદી સરકાર આવ્યા પછી ફારૃક અબ્દુલ્લાનું નામોનિશાન કાશ્મીરમાંથી નીકળી ગયું હતું.

મધ્યસ્થી બનીને કાશ્મીરની સમસ્યા સાંભળવા ગયેલા દિનેશસિંહ પણ ફારૃકને મળ્યા નહોતા. કાશ્મીરના મુદ્દે પોતે નિષ્ણાત છે એવું માનનાર ફારૃકને મહિલા મુખ્યપ્રધાન મહેબુબાએ કટ ટુ ધ સાઇઝ કરી નાખ્યા હતા.

ફારૃકને દુ:ખે છે પેટ અને કુટે છે માથુ ! ગાંધી પરિવાર સત્તા પર હતો ત્યારે તેમની બોલબાલા હતી પરંતુ મોદી સરકારે ફારૃકના અભિમાનનો ભુક્કો કરી નાખ્યો હતો.

અકળાયેલા ફારૃક અબ્દુલ્લાએ પાકિસ્તાન તરફી નિવેદન કરીને પોતાનો ખુલ્લં ખુલ્લો ટેકો ત્રાસવાદ સમર્થકોને આપ્યો હોય એમ લાગે છે.

કાશ્મીરનો મુદ્દો ખૂબ સંવેદનશીલ છે તે અંગે આડાતેડા નિવેદનો કરનાર ફારૃક અબ્દુલ્લા જેવાને સજા કરવી જોઈએ.

સમાચાર માધ્યમોમાં આવા આડાતેડા નિવેદનો આપનાર ફારૃક અબ્દુલ્લા હાલમાં સત્તા વિહોણા છે. તેમની કોઈ રાજકીય ઉપજ નથી સમાચાર માધ્યમોમાં છવાઈ જવા તે સંવેદનશીલતા ઉભી કરે છે.


 

Post Comments