Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિપ્રેશનની પકડ વધતાં જ વ્યક્તિ મોત વહાલું કરે છે...

ફેશન ડિઝાઇનર કાટે સ્પેડ; શેફ એન્થોનીએ પણ આપઘાત કર્યો હતો

ભૈયુજીનો દેહ પંચમહાભૂતમાં વિલીન : અનેક સેલિબ્રિટી માટે એકલવાયું જીવન 'મોત'નું કારણ બન્યું

ડિપ્રેશનથી પીડાતો વર્ગ મોટો છે. આધ્યાત્મિક ગુરૃ ભૈયુજી મહારાજ જ્યારે સ્યુસાઇડ નોટમાં એમ લખે છે કે હવે હું કંટાળી ગયો છું કે થાકી ગયો છું ત્યારે આઘાત લાગે છે.

ભૈયુજી મહારાજ લોકોને જીવનમાં સંઘર્ષ કરવાનો ઉપદેશ આપતા હતા પરંતુ તે ઘરેલુ સમસ્યાને ઊકેલી શક્યા નહોતા. આધ્યાત્મિક ગુરૃ કહેવડાવું આસાન છે પણ તેનો અમલ અઘરો હોય છે. આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરનાર ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતો કેમ કે તેને નિજાનંદનો અનુભવ થયો હોય છે.
ડિપ્રેશનની સ્થિતિ ઉધઇ જેવી હોય છે. ચિંતા અને ડિપ્રેશન વચ્ચે મા-માસી જેવો સંબંધ હોય છે.
આર્થિક ભીંસમાં અટવાયેલ મધ્યમ વર્ગ કે સતત દેવાથી કંટાળેલો કિસાન જ્યારે આપઘાત કરે છે ત્યારે તેની પાછળનું ચોક્કસ કારણ જોવા મળે છે. પરંતુ જેની પાસે આધ્યાત્મિક જ્ઞાાન છે તેના માટે નબળું મન શક્ય નથી.

એવું પણ નથી કે નબળા મનનો માણસ આપઘાત કરે છે; જેની પાસે બધું જ છે છતાં તે ખાલીપો અનુભવે છે. આધ્યાત્મિક ગુરૃ ભૈયાજીએ જીવનમાં ખાલીપો દુર કરવા બીજા લગ્ન કર્યા હોવાનું કહેવાય છે. બીજા લગ્ન એ ખાલીપો દુર કરવાની દવા છે એવું આધ્યાત્મના માર્ગ પર ચાલનારા ક્યારેય સ્વીકારતા નથી.
તાજેતરમાં સેલિબ્રીટી ડિઝાઈનર કાટે સ્પેડે એ પણ આત્મત્યા કરી હતી; પંદર દિવસ પહેલાં વિશ્વના નામાંકિત શેફ (રસોઈની ટીપ્સ આપનાર) એન્થોની બર્ડેઇન પણ તેમના ફ્રાંસ ખાતેના નિવાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા. થોડા સમય બાદ પોલીસે કન્ફર્મ કર્યું હતું કે તેમણે આપઘાત કર્યો હતો.
એન્થોનીના આપઘાતથી સેલિબ્રિટી સર્કલે આઘાત વ્યક્ત કર્યો હતો.એન્થોની બધી રીતે સુખી હતા; તેમને પ્રસિધ્ધી પણ મળી છે છતાં તેમણે જીવન ટૂંકાવી દીધું હતું. હોલીવુડમાં તેલોકપ્રિય શેફ હતા. તેમનું ભારતની સેલિબ્રિટીઓ સાથે પણ સારું કનેકશન હતું.

ત્રણ દિવસ અગાઉ વડોદરામાં એક કપલે પોતાના એન્જીન્યરીંગમાં ભણતા છોકરા સાથે જઇને પાવાગઢ નજીક ઝેર ગટગટાવી લીધું હતું. આર્થિક સંકડામણની ભીંસ વધતા ઘણાં કુટુંબો સમુહમાં જીવન ટૂંકાવી દે છે.

ભૈયુજીનો ખાલીપણો તેમને ભરખી ગયો હતો તો ફેશન સેલિબ્રીટી કાર્ટ સ્પેડે પણ ખાલીપો અનુભવતી હતી. પ્રસિધ્ધિ કમાઈ; પૈસો કમાયો, તગડું બેલેન્સ; વિશાળ બંગલો છતાં પણ પોતાનું અંગત કોઈ નથી એટલે સતત 'વૉટ નેકસટ'નો વિચાર કોરી ખાતો હોય છે. કાર્ટ સ્પેડ પણ 'વૉટ નેકસટ' વાયરસનો ભોગ બની હતી.

સેલિબ્રિટી સર્કલ સ્વર્ગસુખમાં રાચતી હોવા છતાં તે સુખી નથી હોતી. આવી વ્યક્તિઓને પોતાને ગમતું ના મળતાં અથવા કોઈ તબક્કે મળેલી નિરાશાને તે પચાવી શક્તા નથી.
જે લોકોનું જીવન એકલવાયું હોય છે, જે લોકો અતડા હોય છે અને જે લોકોની ઉપેક્ષા થતી હોય છે એવા લોકો ડિપ્રેશનની પકડમાં આવી જાય છે. મનોવિજ્ઞાાનીઓ માને છે કે સંયુક્ત કુટુંબમાં તેમજ કૌટુંબીક કોમ્યુનિકેશન વધુ હોય ત્યાં આપઘાતની ઘટનાઓ ઓછી બને છે.

કિસાન આપઘાત કરે, આર્થિક સંકડામણમાં સપડાયેલો કોઈ આપઘાત કરે ત્યારે તેની પાસે કોઈ વિકલ્પ નથી હોતો; તે માને છે કે 'મૃત્યુ'ને ગળે વળગાડીશું તો રોજીંદી લાચારીથી બચી શકીશું !!
ગયા મહિને વડોદરામાં એક પેટા કોન્ટ્રાકટરે એમ લખીને આપઘાત કર્યો હતો કે મેંજે કોન્ટ્રાક્ટરો માટે કામ કર્યું છે એ લોકો મને બીલ નથી ચૂકવતા માટે હું આગળની ચૂકવણી કરી શક્તો નથી માટે આપઘાત કરું છું. સ્યુસાઇડ નોટ મળતી હોવા છતાં આપઘાત કરવાના કારણો શોધવાનો પ્રયાસ થાય છે.

કાર્ટ સ્પેડ અને એન્થોનીનો આપઘાત એ પંદર દિવસ પહેલાંના અહેવાલો છે પણ આપઘાત કરનાર સેલિબ્રિટીઓની યાદી ઘણી મોટી છે. જેમાં નામાંકિત ઇન્ટરનેશનલ ડીજે એબીસીએ પણ ઓમાનની હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે આપઘાત કર્યો હતો. ગયા ડિસેમ્બરમાં કોરીયાના ફેમસ પોપ સીંગર કીમ જોંગ હુઆને પણ આપઘાત કર્યો હતો. લીંગર ક્રિસ કોરેને પણ આપઘાત કર્યો હતો.
સેલિબ્રિટી વર્ગ અને બુધ્ધિજીવીઓ જ્યારે જીવન સાથે સંઘર્ષ કરવાના બદલે પૂર્ણવિરામ મુકવાની સ્થિતિ લાવે છે ત્યારે સંવેદના ઉભી થાય છે. ડિપ્રેશનમાં રહેતા લોકો ધ્યાને પાત્ર છે. આવા લોકો મનમાં ને મનમાં મૂંઝાય છે. ના કોઈને કહી શકાય અને ના સહન કરી શકાય એવી સમસ્યા જીવનને કોરી ખાતી હોય છે.

આપઘાત એ નબળા મન સાથે જોડતી ઘટના છે એવો મત સાઇકોલોજીસ્ટો ધરાવે છે.

 

Keywords PRASANGPAT,14,JUNE,2018,

Post Comments