Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૮ માસની બાળકી પર બળાત્કાર નાજુક કળી કરમાણી પશુતાથી

માણસના મનમાં છુપાયેલો રાક્ષસ જાગે છે ત્યારે....

૮ માસની બાળકી હસે તો વાતાવરણ પુલકીત થઈ જાય છે અને રડે તો બધાના જીવ ઊંચા થઈ જાય છે

૮ માસની બાળકી પર બળાત્કારના અહેવાલો વાંચીને માણસમાં રહેલા રાક્ષસી-નેચરનો ખ્યાલ આવે છે. માણસમાં સૂતેલો રાક્ષસ ઓપોઝીટ સેક્સને જોઈને ધૂણવા લાગે છે. ૮ માસ હોય કે ૮૦ વર્ષ હોય બળાત્કારીઓને કોઈ ફર્ક નથી પડતો. ૮ માસની બાળકી એ ભગવાનના અવતાર સમાન હોય છે.

૮ માસ એટલે એવો સમય કે જે તેની માતા સિવાય કોઈને નથી ઓળખતું, તેના હાસ્ય માત્રથી આજુબાજુનું વાતાવરણ પુલકીત થઈ જાય છે. નાનું બાળક ઇશ્વરનું સ્વરૃપ છે પરંતુ નરાધમો પાષાણ-યુગના વિચારો છોડતા નથી અને સમાજમાં ઝેરના વાવેતર કરે છે.

૮ માસની બાળકી પર બળાત્કાર કરનારને ફાંસીની સજા થવી જોઈએ. આપણે ત્યાં બળાત્કારની સજા માંડ છ-સાત વર્ષની હોય છે. હરિયાણા એક જ એવું રાજ્ય છે કે જ્યાં બળાત્કારીને ફાંસી આપવાની જોગવાઈ માટે ઠરાવ થયો છે.

ગરીબાઈ કેવા-કેવા રંગ બતાવે છે તે ૮ માસની બાળકી પર બળાત્કારની ઘટના પરથી ખ્યાલ આવે છે. ગરીબ મા-બાપ ૮ માસની બાળકીને દારૃડીયા દિયરને સોંપીને મજૂરીએ ગયા હતા ત્યારે દારૃડીયાના મનનો રાક્ષસ ધૂણવા લાગ્યો હતો અને તેણે માનવતા શરમથી ઝૂકી જાય એવું કૃત્ય આચર્યું હતું. મા-બાપ પરત આવ્યા ત્યારે લોહીના ખાબોચીયા સાથેની દિકરી જોઈને સ્થિતિ પામી ગયા હતાં.

૮ માસની બાળકીને ઊંચકીને રમાડવાનું મન થાય, તેની સાથે કાલી-ઘેલી વાતો કરવાનું મન થાય, તેને હસતી જોવાનું મન થાય પરંતુ બળાત્કારીઓને કંઈક બીજું જ સૂઝે છે. આવા લોકોને ભગવાન પણ માફ નથી કરતા.

એક તરફ બેટી બચાવો-બેટી બઢાઓનો પ્રચાર થાય છે તો ક્યાંક બેટીને લક્ષ્મીનું રૃપ માનવામાં આવે છે, ભારતની મહિલા ક્રિકેટર ટીમ ચેમ્પીયન બની ત્યારે લોકો ખેલાડીઓને ખભે ઉંચકીને ફરતા હતા. સમાજ બેટીઓને આવકારે છે, સ્વીકારે છે પણ નરાધમો સુધરવા તૈયાર નથી.

રેડિયો પર એક જાગૃતિ વિષયક આકર્ષક જાગૃતિ જોવા મળે છે. જેમાં એક પિતા પોતાને ત્યાં પુત્રી અવતરે એમ એટલા માટે નથી ઇચ્છતો કે તેના પર બળાત્કાર થઈ શકે છે !!

પ્રાણીઓમાં બાપ-દિકરી વચ્ચે સંબંધ નથી હોતા પરંતુ માનવજાતનો પ્રાણીનું સુધરેલું અંતિમ સ્વરૃપ છે. કુદરતે માનવજાત પછી કોઈ જાત નથી બનાવી પણ માણસના મનમાં રાક્ષસ-જંગલી પ્રાણીઓ જેવી વૃત્તિ ઠાંસી-ઠાંસીને મુકી છે.

બળાત્કારની ઘટનામાં સરકાર શું કરી શકે ? સરકાર જાગૃતિ ફેલાવી શકે, દરેક કુટુંબને જાગૃત રહેવા સમજાવી શકે !!

આપણે ત્યાં કમનસીબી એ છે કે સાધુ-સંતો ભલે સવાર સાંજ જપ-માળા કરતા હોય પણ તેમના મનમાં રહેલો રાક્ષસ ગમે ત્યારે ડોકીયું બહાર કરતો હોય છે. આ સ્થિતિના કારણે ઘણાંને સાધુ ઔર શૈતાનનું બિરૃદ અપાયું છે.

દરેક માણસમાં એક રાક્ષસ છુપાયેલો છે એવું બળાત્કારની ઘટનાઓ પરથી ખ્યાલ આવે છે. નિર્ભયા કેસમાં બળાત્કારીઓએ નિર્ભયાની યોનીમાં લોખંડનો સળીયો ઘૂસાડી દીધો હતો. કારણ એ હતું કે નિર્ભયા બળાત્કારીઓને તાબે નહોતી થતી !!

ગયા અઠવાડીયે એક પાલક પિતાએ પોતાની પત્નીના પ્રથમ લગ્નની થયેલી ૧૩ વર્ષની છોકરી પર માતાની હાજરીમાં બળાત્કાર કર્યો હતો. બળાત્કારના અહેવાલો દરેકને અંદરથી ખળભળાવી દે છે. ચાર મજબૂત લોકો એક યુવતીને ઉઠાવી જવામાં બહાદુરી સમજે છે. હવે આ બહાદુરી શોખમાં પરિણમી છે.

૮ માસની બાળકી જ્યારે હસે ત્યારે વાતાવરણ પુલકીત થઈ જાય અને રડે ત્યારે બધાના જીવ ઉંચા થઈ જાય છે. દરેક પોતાના બાળકને એકલું ના મુકવું જોઈએ. જેમ આકાશમાં સમડીઓ ખૂબ ઊંચે ચક્કર મારતી હોય છે અને માંસનો ટુકડો જોતાં જ નીચે ત્રાટકે છે એમ બળાત્કારનો ઇરાદો રાખનારાનું હોય છે. આ લોકો સમય-ઉંમર-સંબંધ નથી જોતા. તેમનું હવસખોર માનસ ગમે ત્યારે સપાટી પર આવીને રાક્ષસી કૃત્ય કરી જાય છે.

દિકરી અને ગાય દોરે ત્યાં જાય એવી કહેવત તૈયાર કરનારને ખબર નહોતી કે દિકરીઓ વડાપ્રધાન પણ બની શકે છે અને અવકાશમાં પણ જઈ શકે છે. આપણે દિકરીને વ્હાલનો દરિયો કહીને નવાજીએ છીએ પરંતુ માણસના મનમાં રહેલો રાક્ષસ સમય જોઈને કૂદકા મારવા લાગે છે. #metooની ઝૂંબેશમાં છેલ્લે અભિનેતા જીતેન્દ્રકુમાર સામે પણ આક્ષેપ થાય છે.

ટોચના લોકો જો સ્ત્રીને જોઈને આંખો નચાવતા હોય તો કોમન મેનનું તો પૂછવું શું ? અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે તો અનેક આક્ષેપો થયા છે જ્યારે બીલ ક્લીન્ટનના મનમાં તેમની ઓફીસની ઇન્ટર્નને એકલી જોઈને પેલો સેક્સવાળો રાક્ષસ ધૂણવા માંડયો હતો.

ખરેખર....માણસમાં રાક્ષસી વૃત્તિનો ભાગ સપાટી પર આવવા મથી રહ્યો છે....
 

Post Comments