Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતે પોતાનું સર્ચ એન્જીન અને બ્રાઉઝર શોધવા પડે એવી સ્થિતિ

ઇન્ટરનેટના વપરાશકારો વધી રહ્યા છે..

ગુગલ ક્રોમનો કે જીમેલનો વિકલ્પ છે પણ 'યુ-ટયુબ' તો હવે સર્વત્ર વપરાય છે

૨૦૧૮માં ભારતે પોતાનું સર્ચ એન્જીન ઉભું કરીને ગુગલને પડકારવાની જરૃર છે. ભારતમાં ઇન્ટરનેટ ટેકનોલોજી સાથે સંકળાયેલું બુદ્ધિધન ટોચની ઇન્ટરનેટ કંપનીઓમાં જોબ કરે છે.

સોફટવેર એન્જીન્યરો ન્યુઝ અને ઇ-કોમર્સની વેબસાઇટ પર ભાર મુકી રહ્યા છે. જો ભારતનું પોતાનું વેબ-બ્રાઉઝર હોય અને પોતાનું સર્ચ એન્જીન હોય તો વિશ્વના ઇન્ટરનેટ ક્ષેત્રે ભારતનો દબદબો વધી શકે છે.

બે-ત્રણ વર્ષ પહેલાં હિન્દુસ્તાન નામના સર્ચ એન્જીન અને ભારત નામના બ્રાઉઝર અંગે દિલ્હીમાં ચર્ચા થઈ હતી. આ સ્ટાર્ટ અપ અંગેના કરાર પણ થવાના હતા. જો કે સરકારે તે માટે લીધેલા ઇન્ટરનેટ રસ જેટલો ઇન્ટરેસ્ટ સોફટવેર કંપનીઓએ લીધો નહોતો ! ઇન્ટરનેટ ક્ષેત્રે સરકાર કરતાં વધુ પ્રભાવ સોફટવેર કંપનીઓનો છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષની વેબસાઇટ અને આસાન એપ્લિકેશન બનાવવામાં ભારતની ટોચની સોફટવેર કંપની ઇન્ફોસીસ હાંફી ગઈ હતી. જીએસટીનો અમલ કરવા લોકો તૈયાર હતા પણ સોફ્ટવેર સપોર્ટ નહોતું કરતું.

જીએસટીને ઇન્ટરનેટ ટેકનોલોજીનો સપોર્ટ કરનાર ઇન્ફોસીસે વિવિધ ખુલાસા કર્યા હતા પણ જીએસટી ભરનારા માથું કૂટતા થઈ ગયા હતા. આ સ્થિતિમાં સરકાર પાસે 'ટાટા સર્વિસ'નો વિકલ્પ હતો પરંતુ બધું જ 'બેઠકો' વચ્ચે અટવાઇ ગયું હતું.

હકીકત તો એ છે કે મુકેશ અંબાણીએ 'રિલાયન્સ' નામનું બ્રાઉઝર તૈયાર કરીને તેને ભારતની પ્રજાને અર્પણ કરવું જોઈએ. આ એક ખુબ મોટી દેશ સેવા થઇ શકે એમ છે.

ભારત શા માટે પોતાની ઇ-મેલ સર્વિસ શરૃ ના કરે ? ભારત પોતાનું સર્ચ એન્જીન કે બ્રાઉઝર કેમ શરૃ ના કરે ? ભારત સરકારે 'ભીમ' એપ્લીકેશન શરૃ કરીને બતાવી આપ્યું છે કે આર્થિક ક્ષેત્રની એપ્લીકેશન તે પોતે બનાવી શકે છે.

નોટબંધી બાદ ડીજીટલ ટ્રાન્ઝેકશન માટે સરકારે 'ભીમ' એપ્લીકેશન શરૃ કરીને સોફ્ટવેરનું કૌવત બતાવ્યું હતું. આ 'ભીમ' આ મહાભારતના 'ભીમ' પરથી નામ નથી પડાયું. ભીમ શક્તિશાળી પાત્ર હતું. એમ ભારતે સોફ્ટવેર ક્ષેત્રે પોતાની શક્તિના દર્શન કરાવ્યા છે.

ભારત જો 'ભીમ' બનાવી શકે તો પોતાનું બ્રાઉઝર કેમ ના બનાવી શકે ? ભારતના સોફ્ટવેર ક્ષેત્ર માટે આ મુદ્દો પડકારજનક છે.

ચીનનું પોતાનું સર્ચ એન્જીન અને બ્રાઉઝર છે. ચીને તો ગુગલના નાકે દમ લાવી દીધો છે. વૈશ્વિક તખ્તા પર ભારતે કંઇક નવું કરવું પડશે. ઇન્ટરનેટના વપરાશકારો વધતા જાય છે.

દરેક ક્ષેત્ર ટેકનોલોજીથી માંડીને સામાજીક ક્ષેત્ર સુધી 'ગુગલ' મહત્વનું અંગ બની ગયું છે. જેમ શરીરના કોઇ અંગ વગર ના ચાલે એમ ગુગલ બનતું જાય છે.

ટેકનીકલ ક્ષેત્ર માટે તો ગુગલ અને તેની સર્વિસ એક અનિવાર્ય ટુલ બની ગયું છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા દરેકની જરૃરીયાત અને ટેકનોલોજીના દરેક સ્ટેપ ગુગલે પોતાના કરી લીધા છે.

જેમ કે પોતાનું સર્ચ એન્જીન, પોતાનું વેબ બ્રાઉઝર (ગુગલ ક્રોમ), ઇ-ગેલ સર્વિસ, બ્લોગ સિસ્ટમ જેવી અગિયાર સવલતો એવી છે કે જેને ગુગલે ટેકનોલોજી ક્ષેત્રને ભેટ આપી છે. ગુગલ એપ્લીકેશન્સ અને તેની અન્ય સર્વિસ વીના શું હાલત થાય તેના વિવિધ અભ્યાસ થયા છે.

તમે એક કલાક માટે ગુગલ સર્વિસ બંધ કરી અને 'યાહુ' તરફ વળવા પ્રયાસ કરશો તો તમને થશે કે તમે રસ્તો ભૂલી ગયા છો. તમારે અન્ય બ્રાઉઝર ઇન્સ્ટોલ કરવું પડશે, અન્ય ઇ-મેલ સર્વિસ, કે બ્લોગ માટે પણ કોઇ નવા પ્લેટફોર્મ પર જવું પડશે. આ બધું મુશ્કેલ ભર્યું બની શકે છે. તાત્કાલીક યાહુ કે માઇક્રોસોફટ તરફ વળવું પણ મુશ્કેલ હોય છે.

આખી ગુગલ સર્વિસનો ઉપયોગ બંધ કરવાના બદલે માત્ર બ્રાઉઝર ગુગલ ક્રોમ બંધ કરીને અન્ય બ્રાઉઝર જેવાં કે મોઝીલા ફાયર ફોકસ કે સફારી તરફ વળશો તો તમે જોઇતી સર્ચ નહીં મેળવી શકો. ગુગલ સર્ચ પાસે જેટલો ડેટા છે એટલો કોઇ બ્રાઉઝર પાસે નથી.

ગુગલની તમામ સર્વિસોનો વિકલ્પ વત્તે-ઓછે અંશે મળી રહેશે પણ 'યુ-ટયુબ'નો કોઇ વિકલ્પ નથી. યુ-ટયુબ વીના તો સર્ફીંગ કરનાર સમક્ષ અંધારું છવાઇ જાય છે.

ભારતે 'યુ' ટયુબનો વિકલ્પ તાત્કાલિક શોધવો જોઇએ.
 

Post Comments