Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'બ્લ્યુ વ્હેલ' જેવી ગેમથી ચેતો સંતાનોની પ્રવૃત્તિઓ પર નજર રાખો

પ્રથમ સેશનમાં હાથની નસો પર કાપા મૂકાય છે

નેક નોમિનેશન ગેમમાં ગળા સુધી પ્રવાહી પીવાય છે; ઘણા મૃત્યુ પામે છે

લોકો કેવી કેવી રીતે જિંદગી ટૂંકાવે છે તે જોઈ આઘાત લાગે છે, કિસાનો આપઘાત કરે છે; આર્થિક ક્ષેત્રે ડૂબેલા પતિ-પત્ની એકબીજાને બાંધીને તાપીમાં જળસમાધિ લે છે; ગૃહકંકાસમાં કેટલાક મોતને ભેટે છે તો બ્લ્યુ વ્હેલ ચેલેન્જ જેવી ગેમમાં કિશોરો સામે ચાલીને મોતને વ્હાલુ કરે છે અહીં ક્યાંય આર્થિક દેવા, પ્રેમ ભંગ કે ગૃહકંકાસ નથી પરંતુ સમાજમાં જાગૃતિનો અભાવ હોય એમ દેખાઈ આવે છે.

ભારતમાં ઇન્ટરનેટ ગેમિંગ, પોર્નોગ્રાફી, ડેટિંગ સાઇડ, યુ ટયૂબ પર સેક્સી શોર્ટ ફિલ્મ જોવાનો ક્રેઝ વધતો જાય છે. આ દરેક મુદ્દા ઉંમર સાથે જોડાયેલા છે. કોઈ પ્રૌઢ ઇન્ટરનેટ પર ગેમ નથી રમતો કે કોઈ વિદ્યાર્થી ડેટિંગ સાઇટ ખોલીને બેસી નથી રહેતો. વિશ્વમાં ઇન્ટરનેટ ગેમિંગનું માર્કેટ સૌથી વધુ છે. બાળકો અનેે કિશોરોની માનસિક અવસ્થા જાણકારો ગેમિંગને વ્યસનમાં ફેરવી નાખે છે. ગેમના એક પછી એક ભાગ આવતા જાય છે એમ રમનાર વધુ ઉશ્કેરાટભર્યો બની જાય છે એટલે જ્યારે તે હારે છે ત્યારે હતાશ બની જાય છે ને જીતે છે તો ચીસો પાડવા લાગે છે.

બ્લ્યુવ્હેલ ગેમ ભારતના સંવેદનશીલ વિદ્યાર્થીઓ માટે એક પડકાર સમાન બની ધો.- ૯માં ભણતા મુંબઈના મનપ્રીતે જ્યારે પોતાના ફ્લેટમાંથી મોતની છલાંગ લગાવીને મોત વ્હાલું કર્યું ત્યારે લોકોને ખબર પડી હતી કે ઇન્ટરનેટ ગેમિંગ કેટલું ખતરનાક બની ગયું છે.

બ્લ્યુ વ્હેલ ચેલેન્જની ખાસિયત એ છે કે તે તેની ગેમમાં ભાગ લેનારને તે જીવનના અંત સુધી દોરી જાય છે. આ અંત એ ગેમનો છેલ્લો ભાગ હોય છે. બ્લ્યુ વ્હેલ ચેલેન્જ ગેમ ચાર વર્ષ પહેલા શરુ થઈ હતી આ જીવલેણ ગેમે રશિયામાં ૧૩૦ લોકોના જાન લીધા હતા. આ થ્રિલિંગથી ભરેલી ગેમમાં અંતે વિશ્વને છોડીને અંત તરફના સુખ તરફ જવાનો સંકેત અપાય છે.

આ ગેમ માટે સાઇન ઇન થયા બાદ ૫૦ દિવસ રોજ એસાઇન્મેન્ટ અપાય છે. જેમાં પોતાની જાતને ઇજા પહોંચાડવાનો પણ સમાવેશ થાય છે. જેમાં ચપ્પુથી વ્હેલ આકારનો કાપો પાડવા પણ જણાવાય છે, હોરર મુવી જોવા, અચાનક ઊંઘમાંથી ઉઠીને આદેશ પ્રમાણે કામ કરવા જણાવાય છે.

જે કિશોરો એકલવાયા છે, જેમની પાસે ફ્રેન્ડ સર્કલ ઓછું છે અને જે આઉટડોર ગેમ સાથે જોડાયેલા નથી એવા લોકો બ્લ્યુ ટ્રેપ જેવી ગેમની જાળમાં ફસાતા હોય છે.

જે વ્યક્તિએ બ્લ્યુ વ્હેલ ગેમ શોધી છે તે રશિયાનો ૨૧ વર્ષનો ફીલીપ બડીકીન છે. સ્કૂલમાં ભણતી ૧૬ કિશોરીઓને જીવન ટૂંકાવાની પ્રેરણા આપવાના આરોપસર તેની ધરપકડ કરાઈ છે. એન્જેલીના નામની ૧૨ વર્ષની છોકરી ૨૦૧૫માં ક્રિસમસના દિવસે ૧૪મા માળેથી કૂદી પડી હતી. આ ગેમ બનાવનાર તો એમ કહે છે કે હું કંઈ ખોટું નથી કરતો. આ ગેમનું નામ બ્લ્યુ વ્હેલ એટલા માટે રખાયું છે કે ઘણીવાર વ્હેલ કિનારા પર આવીને મોતને ભેટે છે.

નેક નોમિનેશન નામની ગેમ અમેરિકામાં આવી રહી છે. આ ગેમ ગળા સુધી લિક્વિડ લેવાનું હોય છે. આ લિક્વિડ એટલે આલ્કોહોલીક પીણાઓ, પ્રોટીન પાવડર, એન્જિન ઓઇલ મિશ્રિત પ્રવાહી ગળા સુધી આવી જાય તે રીતે પીવાનું ! ત્યાર બાદ શું થયું તે ફેસબુક તેમજ ટ્વિટર પર શેર કરવાનું હોય છે. આ ડેન્જર સ્ટંટના કારણે કિશોરો મોતને ભેટી શકે છે. આ ક્રેઝ પહેલા ઓસ્ટ્રેલિયામાં શરૃ થયો હતો હવે તે બ્રિટનમાં પ્રસરી રહ્યો છે. ગયા અઠવાડિયે કેનેડામાં પણ આ ગેમની એન્ટ્રીના અહેવાલો છે.

આ ગેમમાં કેટલાક આલ્કોહોલ સાથે કાચા ઇંડા મેળવતા હોય છે. આ ગેમ નેક- નોમિનેશનનો અર્થ થાય છે 'તાકાત હોય તો પી જુઓ !' આ ગેમમાં બે પાર્ટનરો પીવાની રેસ લગાવતા હોય એમ લાગે છે. ડ્રાઇવિંગ કરતા કરતા પણ કેટલાક આ ગેમ રમે છે અને પછી અકસ્માત કરે છે. ગેમ્સ આનંદ પ્રમોદ માટે હોય છે તો કેટલીક શિક્ષણ-જાગૃતિ વધારતી હોય છે પરંતુ જીવલેણ ગેમ્સ પર અંકુશ વહેલી તકે મૂકાવવો જોઈએ.

અહીં દરેક પેરેન્ટસ (વાલીઓએ) પોતાના કિશોર વયના સંતાનોના વર્તનમાં થતા ફેરફાર પર ધ્યાન રાખવું જોઈએ. તેના મિત્રો કયા છે, આ મિત્રો કઈ ગેમ રમે છે વગેરેનું ધ્યાન રાખવું જરૃરી છે. કિશોરવયના લોકો ક્યારેક મોટી વાતોથી અંજાઈ જાય છે અને લપસી પડે છે.

આવા લોકોને સમયસર સલાહ મળી જાય તો ખાડામાં પડતા બચી જાય છે. જ્યારે લબરમૂછીયા પોતાનો જાન આપવા સુધી પહોંચી જાય ત્યારે ગેમના પ્રભાવે મગજનો કબજો લઈ લીધો હોય છે અને તે આદેશ પ્રમાણે તે કરે છે. મનપ્રીતે કૂદકો મારીને જીવનની ગેમ પૂરી કરી છે. આવી વઘુ ઘટના પરિવારની હૂંફથી જ અટકી શકે !!


 

Keywords prasangpat,11,august,2017,

Post Comments