Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પના નવા પ્રતિબંધથી અમેરિકા સલામત નહીં બનેઃ ભારતીય અમેરિકી સેનેટર

- છ મુસ્લિમ દેશોના નાગરિકો પર પ્રવેશબંધી

- અમેરિકાના પ્રથમ ભારતીય સેનેટર કમલા હેરિસે ટ્રમ્પના આદેશને અનૈતિક અને બિનઅમેરિકી ગણાવ્યો

(પી.ટી.આઇ.)    વોશિંગ્ટન, તા. ૭
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના નવા ઇમિગ્રેશન પ્રતિબંધના આદેશને અનૈતિક અને મૂળભૂત રીતે બિનઅમેરિકી ગણાવીને ભારતીય અમેરિકન સાંસદે જણાવ્યું હતું કે આ નવા પ્રતિબંધથી અમેરિકા સલામત નહીં થાય.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ગઇ કાલે છ મુસ્લિમ દેશોના નાગરિકોને અમિરિકામાં પ્રવેશ પર ૯૦ દિવસનો પ્રતિબંધ મૂક્યો હતો. અગાઉ કરેલા હુકમને કોર્ટે મનાઇહુકમ કરતાં આ બીજો આદેશ કરાયો હતો.

કેલિફોર્નિયાના સેનેટર કમલા હેરિસે જણાવ્યું હતું કે આ નવો પ્રતિબંધ અમેરિકાને સલામતી નહીં આપે. જ્યારે ઘરઆંગણે પેદા થયેલા ત્રાસવાદ સામે લડવાનો સમય છે ત્યારે મુસ્લિમ સમાજને એકલો પાડી દેવાથી અમેરિકાની પ્રજા પર જોખમ વધશે. ફેરફાર ભલે કર્યા પણ આ આદેશ અનૈતિક અને બિનઅમેરિકી છે.

પ્રથમ ભારતીય અમેરિકન સેનેટર હેરિસ સાથે અન્ય ચાર સેનેટર અમિ બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના અને પ્રમીલા જયપાલ પણ જોડાયા હતા.

પ્રતિબંધની યાદીમાથી ઇરાકને પડતું મુકાયુ તે નિર્ણયને આવકારીને તેમણે જણાવ્યું હતું કે હજી આ દેશોના શરણાર્થીઓ ઉપરના જોખમને પણ ધ્યાનમાં લેવું જોઇએ.

પ્રમુખ બેજવાબદાર છે અને અમેરિકાને ગૂંચવણમાં નાખે છે. લાખો અમેરિકનોમાં ભય પેદા કરે છે.

અમેરિકાની પાક., બાંગ્લાદેશ અને અફઘાન જતા પ્રવાસીઓને ચેતવણી
અમેરિકાએ આજે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના પ્રવાસે જતાં અમેરિકી નાગરિકોને ચેતવણી આપી હતી અને ભારતમાં પણ અંતિમવાદીઓ સક્રિય હોવાનું જણાવ્યું હતું.

અમેરિકાના ગૃહમંત્રાલયે વિશ્વભરને એલર્ટ કરતાં જણાવ્યું હતું કે અમેરિકી સરકારને શંકા છે કે દક્ષિણ એશિયામાં ત્રાસવાદી જૂથો હુમલો કરી શકે છે. ખાસ કરીને અમેરિકીઓને લક્ષ્ય બનાવશે. અમેરિકી નાગરિકોએ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો પ્રવાસ ટાળવો. આ ક્ષેત્રમાં કોઈ જ સ્થળ હુમલાની શક્યતાની બહાર નથી.

Post Comments