Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લંડનમાં ૨૧ વર્ષની વયે ચૂંટણી જીતી વલસાડની યુવતિ કાઉન્સિલર બની

- હાલ ગ્રીન પાર્કમાં રહેતા મુસ્લિમ પરિવારની પુત્રી હુમૈરા ગરાસિયા લંડનની હેકની બેરોગ મ્યુનિસિપલની યુવા ઇન્ડિયન કાઉન્સિલર

વલસાડ, તા. 11 મે 2018, શુક્રવાર

મૂળ વલસાડના ગ્રીન પાર્કના વતની અને હાલ લંડન રહેતા મુસ્લિમ પરિવારની ૨૧ વર્ષય યુવતિએ લંડનની હેકની બેરોગ મ્યુનિસિપલ કાઉન્સિલમાં ચૂંટણી લડી વિજય હાંસલ કર્યો છે. તેની સાથે તે સૌથી નાની વયની ભારતીય કાઉન્સિલર બની છે.

વલસાડના ગ્રીન પાર્કના વતની અને હાલ લંડન સ્થાયી થયેલા રફિક ગરાસિયાની પુત્રી હુમૈરાએ ૨૧ વર્ષની ઉમરે જ લંડનના રાજકારણમાં પા..પા પગલી માંડી છે. હુમૈરાનું વ્યક્તિત્વ પહેલેથી જ જાહેર જીવનમાં સક્રીય રહેવાનું રહ્યું હત્તું. ૧૬ વર્ષની ઉમરે જ તેણી યુથ પાર્લામેન્ટની સભ્ય બની ગઇ હતી. ત્યારબાદ તેણીએ ૧૬ વર્ષની ઉમરથી જ લેબર પાર્ટી જોઇન કરી હતી. તેના અનુભવથી તેણીએ ૨૧ વર્ષની ઉમરે હેકની બેરોગની સ્થાનિક ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. અને વિજય હાંસલ કર્યો હતો. હુમૈરાનો પરિવાર વલસાડનો છે. તેના દાદા મુસ્તફા ગરાસિયા નાના તાઇવાડમાં રહેતા અને રેલવેમાં ટીટી તરીકે ફરજ બજાવતા હતા. તેના પિતા પણ વલસાડમાં જ જનમ્યા અને અહીં જ મોટા થયા હતા. ત્યારબાદ તેઓ લંડન શીફ્ટ થયા હતા. હાલમાં જ તેમણે વલસાડના ગ્રીન પાર્કમાં બંગલો બનાવ્યો છે. હુમૈરા દર વર્ષે વલસાડની મુલાકાત લે છે. વર્ષ ૨૦૧૭ના ડિસેમ્બરમાં જ તેણીએ વલસાડની મુલાકાત લીધી હતી. ગરાસિયા પરિવાર શિક્ષણના મામલે ખુબ અગ્રેસર અને જાણિતો છે. વલસાડમાં અને લંડનમાં તેમના પિતરાઇઓ ડોક્ટર છે. તેમના પિતા અને કાકા મુનાવર ગરાસિયાએ વલસાડમાં અનેક સંસ્થાઓમાં બહોળા હાથે દાન પણ કર્યું છે. શૈક્ષણિક સંસ્થામાં દાન માટે હંમેશા અગ્રેસર રહે છે.

સમાજ માટે કંઇક કરવાની પેશન હતી
હુમૈરાએ આ ચૂંટણીની જીત સંદર્ભે જણાવ્યું કે, તેને પહેલેથી જ સમાજ માટે કંઇક કરવાની પેશન હતી. આ પેશન જ તેને લેબર પાર્ટીની સભ્ય સુધી લઇ ગઇ. આ દરમિયાન તેણે અનેક કેમ્પેઇનમાં વોલેન્ટર તરીકે ભાગ ભજવ્યો હતો. તેનાથી મળેલા અનુભવ થકી તેને ચૂંટણીનો બહોળો અનુભવ મળ્યો. જેનો લાભ તેને સ્થાનિક ચૂંટણીમાં મળ્યો હતો.

Post Comments