Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાના જ્યોર્જીયામાં બે ગુજરાતી યુવાન ઉપર હૂમલો

- લૂંટના ઈરાદે કરવામાં આવ્યુ હતુ ફાયરિંગ

- કલોલના છે બંને યુવકો, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

જ્યોર્જીયા, તા. 22 સપ્ટેમ્બર 2017, શુક્રવાર

અમેરિકાના જ્યોર્જીયામાં ફરી એક વખત ભારતીયો ઉપર હુમલો કરવામાં આવ્યો છે.  કલોલના બે યુવકો પર લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવતા બંને યુવકો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કલોલ તાલુકાનાં બાલવા ગામનો રબારી યુવાન તથા આમજાનો ચૌધરી યુવક ચાર વર્ષ પૂર્વે અમેરીકાનાં જ્યોર્જીયામાં ગયા હતા અને એક સ્ટોરમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન ગત તા 9મી સપ્ટેમ્બરનાં રોજ સ્થાનિક સમય પ્રમાણે  5 વાગ્યે સ્ટોર પર હતા ત્યારે પીસ્તોલ સાથે ઘુસેલા લૂંટારૂઓએ બંને પર ફાયરિંગ કરી લૂંટ ચલાવીને ફરાર થઇ ગયો હતો. બંનેને જયોર્જીયાની સ્થાનિક હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરીવારજનોનાં જણાવ્યાનુંસાર બંનેની હાલત સારી છે.

Post Comments