Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

H-1B વિઝા અપાવવા બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરતા બે ભારતીયો ઝડપાયા

- અમેરિકાની ફેડરલ કોર્ટે 20 વર્ષની કેદની સજા અથવા 2.50 લાખનો અમેરિકન ડોલરનો દંડ ફટકાર્યો

- 2010થી 2016 સુધી સતત આ કામ કરતા હતા



વોશ્ગિંટન, તા. 29 માર્ચ 2017, બુધવાર

ભારતીય મૂળના બે અમેરિકી યુવકને H-1B વીઝા અપાવવા માટે બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરતા પકડાઈ ગયા છે. અમેરિકાની ફેડરલ કોર્ટે તેમને આ માટે દોષિત જાહેર કર્યા છે.

તેમના ઉપર આરોપ છે કે તેઓ 2010થી 2016 સુધી સતત આ કામ કરતા હતા. ભારતીયે ટેક્નોક્રેટ જયાવેલ મુરૂગન (ઉ.વ. 46) અને સૈયદ નવાઝ (ઉ.વ. 40)ને 20 વર્ષની સજા અથવા 2.50 લાખ અમેરિકી ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. શક્ય છે કે તેને આ બંને સજા ભોગવવી પડે.

ફેડરલ કોર્ટના વકીલે આરોપ મૂક્યો છે કે,  ફ્રીમોંટ આધારિત ડાયનાસોફ્ટ સિનર્જીમાં મુખ્ય અધિકારી મુરૂગન અને નવાઝ એ ભારતીય ટેક્નોક્રેટના H-1B વીઝા માટે બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરતા હતા. આ કંપનીની વેબસાઈટ પરથી જાણવા મળ્યુ હતુ કે તે કેલિફોર્નિયા બેસ્ડ કંપની છે અને ચેન્નાઈમાં તેની એક બ્રાન્ચ ઓફિસ છે.

Post Comments