Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકી સરકારમાં ગુજરાતી સહિત ત્રણ ભારતીયો મહત્વની જગ્યાએ નિમાયા

- વિશાલ અમીન ઇન્ટેલેચ્યુઅલ પ્રોપર્ટી કોઓર્ડિનેટર

- અન્ય બેમાં નીલ ચેટર્જી અને કૃષ્ણા ઉર્સનો સમાવેશ

(પીટીઆઇ)    વોશિંગ્ટન, તા.૪ ઓગસ્ટ શુક્રવાર 2017

\અમેરિકન સરકારમાં મહત્વની જગ્યાએ ત્રણ ભારતીય અમેરિકનોની કરાયેલી નિમણુંકને સેનેટે મંજૂરી આપી હતી. એક જગ્યા તો ટ્રમ્પ વહીવટી તંત્રની બોધ્ધીક સંપત્તિની છે જેમાં ભારત અને અમેરિકા વચ્ચે મતભેદ હોય છે.

સેનેટે ટ્રમ્પ વહીવટી તંત્રમાં નીલ ચેટર્જીની ફેડરલ એર્ન્જી રેગ્યુલેટરી કમિશનમાં સભ્ય તરીકે અને વિશાલ અમીનને ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી એન્ફોર્સમેન્ટ કોઓર્ડિનેટર તરીકે નિમણુંકને બહાલી આપી હતી. જ્યારે કૃષ્ણા ઉર્સને પેરૃમાં યુએસ રાજદૂત તરીકે નિમ્યા હતા.

૧૯૮૬ પછીથી વિદેશ સેવામાં જ કારર્કિર્દી બનાવનાર ઉર્સ  વહીવટી તંત્રમાં નિકી હેલી પછી અમેરિકન રાજદૂત બનનાર બીજા ભારતીય  અમેરિકન છે. સાઉથ કેરોલિનાના બે વખતના ગવર્નર નિકી હેલી યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાના રાજદૂત છે અને અમેરિકન વહીવટી તંત્રમાં કેબિનેટ કક્ષાનો દરજ્જો ધરાવે છે. કોઇપણ અમેરિકન પ્રમુખીય વહીવટી તંત્રમાં આ માન મેળવનાર નિકી પહેલી ભારતીય અમેરિકન મહિલા છે.

નવા આઇપી ઝાર તરીકે અમીનની જવાબદારી બોધ્ધિક સંપત્તિના અમલીકરણની રહેશે જ્યાં ભારત અને અમેરિકા વચ્ચે અનેક મુદ્દે મતભેદ છે.એપ્રીલમાં અમેરિકાએ ભારતને બોધ્ધિક સંપત્તિના ફ્રેમવર્કમાં 'સુધારોનો અભાવ' તરીકે મૂક્યો હતો. હાલમાં અમીન હાઉસ જ્યુડિશરી કમિટિના સીનિયર કાઉન્સિલ છે.

'અમીન અમારા સ્ટાફના એક ખૂબ જ મૂલ્યવાન સભ્ય છે અને અમેરિકાના સર્જકો અને નવીન શોધ કરનારાઓ વતી અથાક પ્રયાસો કરશે'એમ કમિટિના કોંગ્રેસમેન બોબ ગુડલેથે કહ્યું હતું.

Post Comments