Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બે એરિયાના લેખિકા પદ્માબેનના પુસ્તકોનું વિમોચન

-'મા તે મા'ની બીજી આવૃત્તિનું વિમોચન સ્નેહીઓએ લખેલા પત્રોનો સમાવેશ

-87 વર્ષની ઉંમરે પણ ખૂબ સક્રિય

બેએરિયા,તા.1 જાન્યુઆરી 2018

સાહિત્યનું સર્જન કરવા અને કલમ ઉપાડી પોતાના મૌલિક વિચારો અભિવ્યક્ત કરવા ઉંમરનો કોઇ બાધ નથી. ૮૭ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી કલમ પકડનાર પદ્માબેન કનુભાઈ શાહના પુસ્તક 'મા તે મા' ની બીજી આવૃત્તિના વિમોચન કાર્યક્રમનું આયોજન બે એરિયામાં ૨૩ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ થયું હતું.

'મા તે મા' પુસ્તકની પ્રથમ આવૃત્તિનું વિમોચન ૨૦૧૬ના વર્ષમાં લોકપ્રિય લેખક- સાહિત્યકાર શ્રી અનિલભાઈ જોષીના વરદ હસ્તે થયું હતું. આ દ્વિતિય આવૃત્તિનું વિમોચન પદ્માબેનના ભાઈ ડૉ. દિનેશ ઓ. શાહના હસ્તે થયું. મૂળ કપડવંજના ડૉ. દિનેશ શાહ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત વૈજ્ઞાાનિક, કવિ, લેખક છે.

'મા તે મા' પ્રથમ આવૃત્તિમાં કાવ્યોની રજૂઆત હતી પણ બીજી આવૃત્તિમાં પદ્માબેનની સિદ્ધહસ્ત કલમે લખાયેલ નિબંધોનો અને વટવૃક્ષ સમાન કુટુંબના વ્હાલસોયા સ્નેહીઓએ લખેલ પત્રોનો પણ સમાવેશ કરાયો છે.
કપડવંજ વતનની મ્હેંકને યાદ કરી, કપડવંજની ૬૦૦ વર્ષ જુની સિધ્ધરાજ જયસિંહે બનાવેલ પાણીની વાવ 'કુંડવાવ'ના કિર્તીમાળની આકૃતિ મુકી 'મા તે મા' પુસ્તકને વિશિષ્ટ રૃપ આપ્યું છે.

કપડવંજના સાહિત્ય રસિક કુટુંબમાંથી આવતા પદ્માબેન ૧૯૭૯માં અમેરિકામાં સ્થાયી થયા બાદ વિશાળ વટવૃક્ષ સમાન કુટુંબના મધર ટેરેસા તરીકે ઓળખાય છે. તેમણે સમગ્ર જીવનકાળ દરમ્યાન પ્રેમ, હૂંફ, સંસ્કાર અને વાત્સલ્ય વરસાવ્યું છે.

Post Comments