Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રિટનમાં કરચોરી કરી જેલમાં જનાર ભારતીયને 1.33 લાખ પાઉન્ડ ભરવા હુકમ

- નવાઝ જાન વિરમણી ત્રણ મહિનામાં કર ના ચૂકવે તો વધુ 15 મહિનાની જેલ

(પીટીઆઇ)    લંડન, તા.૯ બુધવાર, ઓગસ્ટ 2017

બ્રિટનમાં ગેરકાયદે ડીઝલ વેચનાર ભારતીય મૂળના પેટ્રોલ પંમ્પના માલીક અને ગયા વર્ષે કરચોરી માટે 16 મહિનાની સજા ભોગવનારને યુકેના કર વિભાગને કરચોરીના 1,33,600 પાઉન્ડ  ભરી દેવા હુકમ કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષે ફેબુ્રઆરીમાં 16 મહિનાની જેલની સજા કરાયેલા નવાઝ જાન વિરમણીને ગઇ કાલે ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં લેન્કેશાયરમાં પ્રેસ્ટન કોર્ટે દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો તે રાણીના મહેસુલ અને કસ્ટમ વિભાગને ત્રણ મહિનામાં આ રકમ નહીં ભરે તો વધારાની 15 મહિનાની સજા ભોગવવી પડશે.

54 વર્ષના વિરમણીએ બ્લેકબર્ન નગરમાં શાડવર્થ રોડ સર્વિસ સ્ટેશન ખાતે ગેરકાયદે 2843 લિટર ડીઝલ ભરી રાખ્યું હતું જનેે જૂન 2015માં પકડી પાડવામાં આવ્યું હતું. ‘વિરમણીને કરચોરી માટે જેલની સજા કરવામાં આવી હતી અને હવે તેને દરેક બાબતથી દૂર રાખવામાં આવ્યો છે. ગેરકાયદે વેપાર કરવાની તે સજા ભોગવી રહ્યો છે’ એમ છેતરપીંડી તપાસના અધિકારી ડેબ્બી પોર્ટરે કહ્યું હતું.

‘અમે તમામ વેપાર માટે પ્લેઇંગ લેવલ એક સરખું કરવા અને બ્રિટનના કાયદાઓની અવગણના કરનાર તમામ અપરાધીઓને  રોકવા પ્રતિબધ્ધ છીએ. યુકેના કરદાતાઓના પૈસા પરત લેવા માટે રાણીનો મહેસુલ વિભાગ મક્કમ  છે. પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે વિરમણી ગેરકાયદે ડીઝલ વેચી અને  છેતરપીંડી કરીને 2,47,590 પાઉન્ડ કમાયો હતો. કોર્ટે હુકુમ કર્યો હતો કે તેની 1,33,660 પાઉન્ડની મિલકતને જપ્ત કરી લેવામાં આવે.

જપ્ત કરવામાં આવનાર મિલકતોમાં પેટ્રોલ સ્ટેશન, રોલ્સ રોયસમાં હિસ્સો અને એન્ય વેપારમાં તેનો હિસ્સો. રાણીના મહેસુલ વિભાગની તપાસ ટીમે તપાસ કરતાં તેમના વેપારના રેકોર્ડમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે ૨૧૨૪૫૦ લિટર ઇંઘણ માટેના બિલ નકલી બનાવવામાં આવ્યા હતા.

Post Comments