Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રવિ પુજારીના ખાસ અરવિંદના કહેવાથી પારસ અમેરિકાથી ખંડણી માંગવા આવ્યો

- મુંબઇમાં એકસમયે જમીન દલાલી અને કબુતરબાજી બાદ અમેરિકામાં બારનો માલિક બન્યો હતો

(પ્રતિનિધિ દ્વારા)       સુરત, શુક્રવાર
મુંબઇમાં એકસમયે જમીન દલાલી અને કબુતરબાજીનું કામ કરતો પારસ નાયક અમેરિકા જઇ બારનો માલિક બન્યો હતો પરંતુ રવિ પૂજારીના ખાસ અરવિંદ ગોસ્વામીના જૂના સંપર્કોને પગલે તે રવિ પૂજારી માટે ખંડણી માંગવા ખાસ ભારત  આવ્યો હતો.

નવસારી એલસીબીએ ખંડણી પ્રકરણમાં જેની ગતરોજ ધરપકડ કરી તે પારસ નાયક મૂળ નવસારીના ગણદેવીના માણેકપોર ગામનો છે. હાલ અમેરિકાના ન્યુજર્સીમાં રહેતો પારસ ત્યાં બારનો માલિક છે. પારસ અગાઉ મુંબઇમાં જમીન દલાલીનું કામ કરતો હતો અને વિવાદાસ્પદ જમીનનો કબજો મેળવતાં તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનિશ ઇબ્રાહીમના સાગરિત અખ્તરના સંપર્કમાં આવ્યો હતો. બંનેએ સાથે મળી જમીનો ઉપર કબજો જમાવવાનું શરૃ કર્યું હતું. એટલું જ નહીં અખ્તર સાથે તેણે કબુતરબાજીનો ધંધો પણ કર્યો હતો.

માર્ચ-૧૯૯૩માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં મુંબઇ પોલીસ અખ્તરને શોધતી હતી ત્યારે તે પારસના ઘરે જ આવ્યો હતો અને આશ્રય લીધો હતો. જો કે, ત્યારબાદ પારસ વર્ષ ૨૦૦૪માં અરવિંદ ઉર્ફે અજય મોહન ગોસ્વામીના સંપર્કમાં આવ્યો હતો. અરવિંદ ગોસ્વામી પહેલા છોટારાજન માટે કામ કરતો હતો પરંતુ છોટારાજન ગેંગમાં વિખવાદ થતાં તે ભારતમાંથી ભાગી છુટયો હતો અને દ. આફ્રિકા પહોંચ્યો હતો. અહીં તે આંતરરાષ્ટ્રીય  ડ્રગ ડીલર વિકી ગોસ્વામી માટે કામ કરતો હતો.

જો કે, વિકી ગોસ્વામી સાથે વિખવાદ બાદ તે રવિ પૂજારી સાથે જોડાયો હતો. રવિ પૂજારીએ ખંડણી માટે ગુજરાતમાં કોઇ વ્યક્તિને શોધવા કહેતા અરવિંદ ગોસ્વામીએ પારસ નાયકને યાદ કર્યો હતો. અમેરિકામાં વસેલો પારસ રવિ પૂજારી અને અરવિંદ ગોસ્વામી સાથે વાત કર્યા બાદ જ ખંડણી માટે નવસારી આવ્યો હતો. એટલું જ નહીં કામ કરવા તેણે કેયુરની પણ રવિ પૂજારી સાથે વાત કરાવી હતી.

Post Comments